યુટ્યુબમાંથી વીડિયો જોઈ બનાવવા લાગ્યા તમંચો, પોલિસે આ રીતે પકડ્યા
રાજકોટઃ ગુજરાતમાં રાજકોટના કોઠારિયા સૉલ્વન્ટ વિસ્તારની પોલિસે લોખંડના કારખાના પર રેડ પાડી. જ્યાંથી એક વ્યક્તિ દેશી તમંચો બનાવતો પકડાયો છે. પોલિસે તેની પૂછરપરછ શરૂ કરી તો ચોંકાવનારા ખુલાસા થયા. તેણે કહ્યુ કે હું સોશિયલ મીડિયા પર વીડિયો જોઈ-જોઈને તમંચો બનાવવાનુ શીખ્યો. પોતાની ડાયરીમાં તેણે લખ્યુ હતુ - એક શોધ કરવા જઈ રહ્યો છુ, સફળ થયો તો બધી તકલીફો ખતમ થઈ જશે. પોલિસે તેની માહિતી પર ઘણી વસ્તુઓ જપ્ત કરી છે. વળી, અન્ય એક વ્યક્તિને પણ પકડ્યો છે અને આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે.
માહિતી મુજબ બંને વ્યક્તિની ધરપકડ કરીને પોલિસ અત્યારે આગળની કાર્યવાહી કરવામાં લાગી છે. મંગળવારની સાંજે આજી ડેમપાસે એક યુવકને દેશી તમંચા સાથે રાજેશ આકોલિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં આ યુવકને તમંચો આપનાર વિશે પૂછવામાં આવતા નવી દાદોરિયાનુ નામ સામે આવ્યુ. બાદમાં પોલિસે લોખંડના કારખાનામાં રેડ પાડીને નવીનને પણ દબોચ્યો.
નવીનની ધરપકડ બાદ તેણે પોલિસને જણાવ્યુ કે તમંચો બનાવવાનુ તેણે સોશિયલ મીડિયા પરથી શીખ્યુ હતુ. પોલિસે કારખાનામાંથી તમંચો તૈયાર કરવાના મશીનો અને બે અન્ય તૈયાર તમંચા જપ્ત કરી લીધા છે. સાથે જ આરોપી દ્વારા બનાવવામાં આવેલ તમંચાો સ્કેચ પણ જપ્ત કરવામાં આવ્યો છે. હવે આરોપીએ આ પહેલા કેટલા તમંચો બનાવીને કોને-કોને વેચ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
બાયો ટેરરિઝમ-મહામારી સામે લડાઈ ચાલુ રાખવી પડશેઃ રાજનાથ સિંહ