કચ્છમાં હળવા આંચકા અનુભવાયા, 1 મહિનામાં 5મી વાર નોંધાયો ભૂકંપ
રાજકોટ : કચ્છ જિલ્લામાં રવિવારના રોજ 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, પરંતુ કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું હોવાના અહેવાલ નથી, આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) એ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં રાપરથી 1 km પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમમાં તેનું કેન્દ્રબિંદુ 12.2 km ની ઊંડાઈ પર સાથે, સવારે 12.49 વાગ્યે આંચકા નોંધાયા હતા. ISR ડેટા મુજબ છેલ્લા એક મહિનામાં જિલ્લામાં નોંધાયેલો આ પાંચમો ધ્રુજારી - 3 અથવા તેથી વધુની તીવ્રતાનો આંચકો છે.
ISR અનુસાર આ અગાઉના ચાર આંચકા જિલ્લાના રાપર, દુધઈ અને લખપત શહેરો નજીક નોંધાયા હતા. કચ્છ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીના જણાવ્યા અનુસાર, કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. કચ્છ જિલ્લો અત્યંત જોખમી ધરતીકંપના ક્ષેત્રમાં આવેલો છે અને ઓછી તીવ્રતાના આંચકા/ભૂકંપ ત્યાં નિયમિતપણે આવે છે.
ઉલ્લેખનીય છે કે, 26 જાન્યુઆરી, 2001ના રોજ, એક પ્રચંડ ભૂકંપના કારણે જિલ્લામાં 13,800 લોકો માર્યા ગયા અને લગભગ 1.67 લાખ લોકો ઘાયલ થયા હતા.
28 Dec : મોરબીમા મોડી રાતે ધરા ધ્રૂજી, 3.3ની તીવ્રતાનો ભૂકંપ
મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેના કારણે લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા. રાતે 11.34 વાગે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપનુ કેન્દ્રબિંદુ મોરબીથી 98 કિલોમીટર દૂર આમરણ નજીર બાલંભા પાસે નોંધવામાં આવ્યુ હતુ. જો કે, હળવો આંચકો અનુભવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ લોકો ડરના કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી.
8 Dec : ગોંડલમાં ભુકંપના ઝાટકા અનુભવાયા, તીવ્રતા 3.8 માપવામાં આવી!
વહેલી સવારે ગોંડલ આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સતત આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 મપાઈ છે. રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.