હવે અલ્પેશ ઠાકોરે તોડ્યુ સોશિયલ ડિસ્ટંસીંગ, માસ્ક પહેર્યા વિના પડાવ્યા ફોટા
રાજકોટઃ દેશભરમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે અને ગુજરાતમાં પણ પૉઝિટીવ કેસોની સંખ્યા સતત વધી રહી છે. તેમછતાં ઘણા ભાજપ નેતા એમ સમજી રહ્યા છે કે કોરોના તેમના સુધી નહિ પહોંચી શકે. હાલમાં જ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પોતાની સૌરાષ્ટ્ર રેલીઓ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગ ફોલો નહોતુ કર્યુ તો તેમને કોરોના થઈ ગયો. આ રીતે હવે ઠાકોર સેનાના લીડર રહેલા ભાજપી નેતા અલ્પેશ ઠાકોરે પણ માસ્ક નથી પહેર્યુ. તેમણે સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ પાલન કર્યુ નથી.

ઠાકોર નેતાઓએ નથી પહેર્યુ માસ્ક
અલ્પેશ ઠાકોર તેમજ તેમની સાથે અન્ય લોકોના ફોટા સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યુ છે કે અલ્પેશ ઠાકોર માસ્ક પહેર્યા વિના ફોટા પડાવી રહ્યા છે. સાથે જ સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન નથી કર્યુ. માહિતી મુજબ અલ્પેશ ઠાકોરના ભાજપમાં શામેલ થયા બાદ સ્થાનિક ઠાકોર સમાજના લોકો તેમનાથી નારાજ હતા જેના કારણે અલ્પેશ ઠાકોર રાજકોટ આવ્યા હતા.

આ રીતે તોડ્યા નિયમ
રાજકોટમાં અલ્પેશ ઠાકોરે સમાજના અગ્રણીઓ સાથે બેસીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો. સાથે જ આવનારી કૉર્પોરેશનની ચૂંટણી સહિત ઠાકોર સમાજના ઉત્થાનની રણનીતિ બનાવી. બાદમાં અલ્પેશ ઠાકોર થોડા સમય માટે મીડિયા સામે આવ્યા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટંસીંગ તો છોડો તેમાંના ઘણાએ તો માસ્ક પણ પહેર્યુ નહોતુ. જેના માટે લોકોમાં સવાલ ઉઠવા લાગ્યા છે.

પોલિસના મૌન પર ઉઠ્યા સવાલ
પાટિલની રેલીઓ બાદ રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય, મેયર સહિત ભાજપના ઘણા નેતા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ખુદ સીઆર પાટિલ અમદાવાદ સ્થિત હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહ્યા છે. આ દરમિયાન અલ્પેશ ઠાકોર દ્વારા નિયમોની ધજ્જિયા ઉડાવવાની ઘટના સામે આવી છે અને સામાન્ય લોકો સામે સિંઘમ બનીને દંડ વસૂલતી પોલિસ પણ ચૂપ દેખાઈ રહી છે.
ગુજરાતઃ અનલૉક-4ના 10માં દિવસ સુધી 90 હજાર દર્દી કોરોના મુક્ત