India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 લાખની કિંમતના ડ્રગ્સ સાથે એક ઝડપાયો, 11 વર્ષના છોકરા પર હુમલો

|
Google Oneindia Gujarati News

રાજકોટ શહેરમાં 25 લાખની કિંમતના હેરોઈન અને મેફેડ્રોન સાથે 31 વર્ષીય ડ્રગ પેડલરની ધરપકડ કરવામાં આવી છે. રામનાથ પરા વિસ્તારમાં રહેતા આરોપી વસીમ મુલતાનીએ તેના ચપ્પલમાં રૂ. 16.65 લાખની કિંમતનું 3.33 ગ્રામ હેરોઇન છુપાવ્યું હતું, જ્યારે તેના ખિસ્સામાંથી રૂ. 8.5 લાખની કિંમતનું 52.46 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું.

સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG)ના ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે તેઓને મુલતાની જાહેર સ્થળે ડ્રગ્સ વેચતો હોવાની ચોક્કસ માહિતી મળી હતી અને સ્થળ પર દરોડો પાડ્યો હતો. મુલતાની તેના ઘરની નજીકથી દારૂ વેચતો હતો. ઝાલાએ જણાવ્યું હતું કે મુલતાનીની અગાઉ 2020માં પણ ડ્રગ્સની હેરાફેરી અને પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે વાહન ચોરી અને અન્ય કેસ પણ નોંધાયેલા છે. તે મુંબઈથી ડ્રગ્સ મેળવતો હતો, એમ પોલીસે ઉમેર્યું હતું.

11 વર્ષના છોકરા પર હુમલો

રાજકોટ : જામનગરમાં 30 વર્ષીય વ્યક્તિ દ્વારા કથિત રીતે હુમલો કર્યા બાદ 11 વર્ષનો અને ધોરણ 4 માં અભ્યાસ કરતા છોકરાને બ્રેઈન હેમરેજ થયું હતું. પોલીસે આરોપી હિતેશ પરમાર સામે ગુનો નોંધ્યો છે, જે પોલીસે જણાવ્યું હતું કે, ગુનો કરનાર આરોપી સગીરના ઘરની નજીક જ રહેતો હતો.

29 એપ્રીલની રાત્રે હિતેશ પરમાર તેને કોઈ બહાને એકાંત સ્થળે લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે તેણે સગીરને અકુદરતી સેક્સ (પ્રકૃતિ વિરૂદ્ધનું કૃત્ય) માટે દબાણ કર્યું, ત્યારે છોકરાએ પ્રતિકાર કર્યો હતો. આ સમયે આરોપીએ સગીરના માથા પર હુમલો કર્યો હતો. જેના પરિણામે તેને બ્રેઇન હેમરેજ થયું હતું. મહિલા પોલીસ સ્ટેશને જણાવ્યું કે, છોકરો જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

English summary
One arrested with drugs worth Rs 25 lakh, attack on 11-year-old boy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X