ગુજરાતથી પહેલી વાર ટ્રેનમાં બાંગ્લાદેશ મોકલી ડુંગળી, ખેડૂતોને થશે મોટો ફાયદો
શાકભાજી માટે ભારત પર નિર્ભર બાંગ્લાદેશને લૉકડાઉનના દિવસોમાં ડુંગળીની ભારે આપૂર્તિ થઈ છે. મેની શરૂઆતથી જુલાઈના મધ્ય સુધી લગભગ એક લાખ ટન ડુંગળી 55 ટ્રેનો દ્વારા બાંગ્લાદેશ મોકલવામાં આવી. આવુ પહેલી વાર થયુ છે જ્યારે ગુજરાતથી ટ્રેન બાંગ્લાદેશ પહોંચાડવામાં આવી હોય.

ગુજરાતથી બાંગ્લાદેશ મોકલવામાં આવી રહી છે ડુંગળી
કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલે આ વિશે ટ્વિટ કરીને માહિતી આપી. ગોયલે જણાવ્યુ કે પહેલી વાર ધોરાજીથી ટ્રેન દ્વારા ડુંગળી બાંગ્લાદેશમાં મોકલવામાં આવી રહી છે. આવા કૃષિ ઉત્પાદનોની નિકાસથી ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ થશે. બાંગ્લાદેશ ડુંગળીનુ મોટુ બજાર માનવામાં આવે છે. તેના માટે ભારતથી મોટો કોઈ સપ્લાયર નથી. ગુજરાત પહેલા મહારાષ્ટ્રના ઘણા સ્ટેશનોથી બાંગ્લદેશને ડુંગળી મોકલવામાં આવતી રહી છે.

અઢી હજાર કિમી દૂર ટ્રેનોથી પહોંચાડી
ધોરાજી રેલવે સ્ટેશન રાજકોટ જિલ્લામાં આવે છે. આ જિલ્લાના ધોરાજી, ઉપલેટા તેમજ ગોંડલ વિસ્તારમાં ડુંગળીના ખેડૂતો તેમજ વેપારીઓને હાલમાં લાખો મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યુ છે કે પશ્ચિમ રેલવે હેઠળ ભાવનગર રેલ મંડળ તરફથી ડુંગળી બાંગ્લાદેશ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી. ધોરાજીથી બાંગ્લાદેશના દર્શના રેલવે સ્ટેશનનુ અંતર લગભગ અઢી હજાર કિમી છે તેમછતાં રેલવે દ્વારા આ સ્ટેશનને ઘણા ઓછા સમયમાં લોડિંગ માટે ઉપયુક્ત બનાવવામાં આવ્યુ.

ખેડૂતોને લૉકડાઉનમાં થઈ રહી છે આવક
મંડળના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા તેમજ ગોંડલ ક્ષેત્રના કૃષિ ઉત્પાદન બજાર સમિતિ(એપીએમસી) અને વેપારીઓ સાથે વાતચીત બાદ આ બધુ થયુ. ગોંડલ એપીએમસી સાથે જોડાયેલા એક વેપારી ચિંતન મનસુખલાલ ગોકુળદાસે આ વિશે કહ્યુ કે ડુંગળી નિકાસ થવાથી અમારા ખેડૂતોને મોટો ફાયદો થશે. તેમના માલની ખપત થશે અને તેમને કિંમત પણ સારી મળી શકશે.
રિયાએ સુશાંતના કાન ભરી બહેન પ્રિયંકા પર લગાવ્યો હતો પ્રતાડિત કરવાનો આરોપ