દારૂની રેડ કરવા જતા પોલીસને મળ્યો ગાંજો
રાજકોટ : દારૂના જથ્થા અંગે બાતમી મળતા રવિવારની રાત્રે રાજકોટ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ઘોઘાવદર ગામમાં સિમેન્ટ ફેક્ટરીઓમાં બંને પ્રતિબંધિત વસ્તુઓ છૂપાવવામાં આવી હતી.
ચોક્કસ માહિતીના આધારે સીપીએસએ ઘોઘાવદર ગામમાં સિમેન્ટના કારખાનામાં રેડ કરી હતી. રેડમાં રૂપિયા 11.82 લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન કારખાનાના માલિક જીતેન્દ્ર ડોબરિયાએ પોલીસને જણાવ્યું હતું કે, અર્જુન ચૌહાણ, ખુશીરામ મીના અને મુસ્તાક સઈદની ત્રિપુટીએ તેની ફેક્ટરીમાં દારૂની બોટલોનો સ્ટોક કર્યો હતો.
જે બાદમાં પોલીસે નજીકની સિમેન્ટ ફેક્ટરીમાંથી મીનાની ધરપકડ કરી હતી. કારખાનાની જગ્યામાં તલાશી લેતા પોલીસે રૂપિયા 2.5 લાખની કિંમતનો 25 કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, સિમેન્ટ ફેક્ટરીના માલિકોએ પેડલરોને દારૂ અને ગાંજાનો સ્ટોક કરવા માટે તેમની જગ્યાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી.