રાજકોટ: ભક્તિનગર પાસે અચાનક બસમાં લાગી આગ, કોઇ જાનહાની નહી
રાજકોટમાં સિટીબસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ ઓલાવવાની કામગીરી કરી હતી. તેમજ સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. બસમાં આગ લાગવાની ઘટના વાયુ વેગે ફેલાતા શહેરભરમાં હાહાકાર મચી ગયો છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બસમાં આગ લાગવાની ઘટના સામે આવતા મનપા તંત્ર પણ એલર્ટ થયું હતું. આ બસમાં અંદાજીત 20 પેસેન્જર સવાર હતા. તેમાંથી હજુ સુધી કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી. આ આગની ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ બની હોવાનું પણ સામે આવી રહ્યું છે. રાજકોટ મનપાની સિટીબસમાં આગ લાગવાનું હજુ પણ સામે આવ્યું નથી.
સુરતમાં તાજેતરમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી.
સુરતમા મંગળવારે મોડી સાંજે હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં વરાછા હીરાબાગ નજીક એક ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા ભડથુ થઈ ગઈ હતી, પ્રાથમિક માહિતી અનુસાર આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી અને દરમિયાન બસમાં ACનું કોમ્પ્રેશર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું, ત્યાર બાદ આ બસમાં આગ લાગી ગઈ હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા , જે મુજબ બસ નોન AC હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ આજે બસમાં બેઠેલા મૃતક મહિલાના પતિએ ચોંકાવનારો ખુલાસો કરતાં બસમાં સેનેટાઈઝરનો જથ્થો વિપુલ માત્રામાં હતો. બનવા કાળે આગ લાગતા સેનેટાઈઝરને કારણે આગ વધુ ફેલાઈ ગઈ હોવાનો દાવો કયો છે.