રાજકોટઃ પતંગની દોરીથી ગળુ કપાઈ જતા યુવકનુ મોત
રાજકોટઃ ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પતંગની દોરી પક્ષીઓની સાથે જ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો માટે જીવલેણ સાબિત થતી હોય છે. રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી છે. એક્ટિવા પર પસાર થઈ રહેલ યુવકનુ ગળુ પતંગની દોરીથી કપાઈ જતા તેનુ મોત થયુ છે. મળતી માહિતી અનુસાર રાજકોટના મવડી વિસ્તારમાં ન્યૂ ગોપાલ પાર્ક શેરીમાં રહેતા વિપુલ મકરાણિયા નામનો 39 વર્ષીય યુવક શહેરના નાના મહુવા રોડ પર એક્ટિવા પરથી પસાર થઈ રહ્યો હતો.
આ દરમિયાન યુવકના ગળામાં પતંગની ધારદાર દોરી ફસાઈ જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ. ઉલ્લેખનીય છે કે મૃતક યુવક મિસ્ત્રી કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવતો હતો અને તેને આઠ વર્ષની એક નાની દીકરી પણ છે. યુવકના મોતના કારણે તેના પરિવારજનોના માથે આભ તૂટી પડ્યુ છે.
લાંબી લડાઈની તૈયારીમાં ખેડૂત, બનાવ્યુ ચાર ગણુ મોટુ સ્ટેજ