India
 • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના: રાજકોટ કલેક્ટરે ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં જાહેર કર્યું રાત્રી કરફ્યુ

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કોરોનાની મહામારી વધી રહી છે. કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખી રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ આગામી 29 જાન્યુઆરી 2022 સુધી રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર અને ધોરાજી શહેરમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુના આદેશો જારી કર્યા છે. આ ત્રણેય શહેરોમાં દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, લારી, ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી બજાર, હેર કટીંગ સલૂન અને બ્યુટી પાર્લર, સ્પા તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાતના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ, રેસ્ટોરન્ટ બેઠક ક્ષમતાના 75 ટકા સાથે રાત્રીના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોમ ડીલીવરી 24/7 ચાલુ રાખી શકાશે.

તમામ પ્રકારના જાહેર સમારંભો, લગ્ન પ્રસંગો, ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% મહત્તમ 150 વ્યક્તિઓને મર્યાદામાં કરી શકાશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. અંતિમ ક્રિયા દફનવિધિ માટે મહત્તમ 100 વ્યક્તિઓની મંજૂરી રહેશે. પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની બસ સેવાઓ 75% ક્ષમતા સાથે જ્યારે એસ.ટી બસ સેવાઓ મહત્તમ 75% પેસેન્જર કેપેસિટી સાથે ચાલુ રહેશે.

બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કરવામાંથી મુક્તિ આપવામાં આવે છે . સિનેમાહોલ, જીમ, વોટરપાર્ક, વાંચનાલય, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો વગેરે તેમની બેઠક ક્ષમતાના 50 ટકાથી ચાલુ રાખી શકાશે. જાહેર બાગ બગીચાઓ રાત્રીના દસ કલાક સુધી ચાલુ રાખી શકાશે. ધોરણ નવ થી પોસ્ટ ગ્રેજયુએટ સુધીના કોચિંગ સેન્ટર અને ટ્યુશન ક્લાસીસ તેમજ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષા માટેના કોચીંગ સેન્ટરો મહત્તમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાય, શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનોને આધિન ચાલુ રાખી શકાશે શાળા-કોલેજ અને અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના guideline નું પાલન કરવાની શરતે યોજી શકાશે.

અનિવાર્ય સંજોગોમાં વ્યક્તિઓ તેમજ ફરજ પરના અધિકારી કર્મચારીઓએ માનવીય અભિગમ દાખવવો રહેશે. રાત્રી કર્ફ્યુ ના સમયગાળા દરમિયાન covid 19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ, તેમજ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી વ્યક્તિઓ મેડિકલ-પેરામેડિકલ તથા આરોગ્ય લક્ષી સેવાઓ ઓક્સિજનનું ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ઇન્ટરનેટ ટેલીફોન મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર અને સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા ન્યૂઝ પેપર, સોલ્યુશન, પેટ્રોલ ડિઝલ એલ.પી.જી સીએનજીના પેટ્રોલ પમ્પ ઓપરેશન of production unit વોલ્ટ ઓફ લોડિંગ ટર્મિનલ પ્લાન્ટ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન ડિસ્ટ્રીબ્યુશન રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરિયર સર્વિસ, ખાનગી સિક્યુરિટી સેવાઓ, પશુઆહાર - ઘાસચારો તથા પશુઓ ની દવા તથા સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ ઉત્પાદન પરિવહન અને પુરવઠા વ્યવસ્થા સાથે સંકળાયેલાઓ ને આ હુકમ લાગુ પડશે નહી. જેતપુર ધોરાજી અને ગોંડલ શહેરમાં આ હુકમો 29 જાન્યુઆરી સવાર ના 6.00 સુધી અમલમાં રહેશે તેનું ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ સંદર્ભે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ આગામી તા. 29 જાન્યુઆરી 2022 સુધી નીચે મુજબના આદેશો જારી કર્યા છે.

 • તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોએ ખુલ્લામાં મહતમ 400 વ્યક્તિ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 % (મહતમ 400 વ્યક્તિઓની મર્યાદામા) વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે.
 • લગ્ન માટે ખુલ્લામા મહતમ 400 (ચારસો) વ્યક્તિઓ પરંતુ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 % (મહતમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામા) વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.
 • અંતિમક્રિયા/દફનવિધી માટે મહતમ 100(સો) વ્યકિતઓની મંજુરી રહેશે.
 • પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ મહતમ 75 % પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કર્યુમાંથી મુકિત આપવામાં આવે છે.
 • સિનેમા હોલ બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.
 • જીમ સમાવેશ ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.
 • વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ ક્ષમતાના મહતમ 50 % સાથે ચાલુ રાખી શકાશે.
 • વાંચનાલયો બેઠક ક્ષમતાના 50% થી ચાલુ રાખી શકાશે.
 • ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે.
 • જાહેર બાગ-બગીચાઓ રાત્રીના 10:૦૦ ક્લાક સુધી ચાલુ રાખી શકાશે.
 • ધો.9 થી પોસ્ટ ગ્રેજયુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટયુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચીંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહતમ 50 % વિધાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે.
 • શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવતી સુચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.
 • શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરિક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત SOP સાથે યોજી શકાશે.
 • સ્પોર્ટસ કોમ્પલેક્ષ/સ્પોર્ટસ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે
 • જાહેર સ્થળો/કામના સ્થળો ઉપર અને આવન-જાવન સમયે લોકોએ માસ્ક પહેરવું/ચહેરો ઢાંકવાનો રહેશે.
 • જાહેર સ્થળોએ તમામ વ્યક્તિઓએ ઓછામાં ઓછુ 6 ફુટનું અંતર જાળવવાનું રહેશે.
 • ગ્રાહકો વચ્ચે Physical Distancing જળવાઈ રહે તેની ખાતરી દુકાનદારોએ કરવાની રહેશે.
 • જાહેર સ્થળોએ થૂકવુ નહીં. જેના ભંગ બદલ સરકારશ્રી ધ્વારા વખતોવખતના હુકમથી નિયત કરેલ દંડને પાત્ર થશે.
 • કેન્દ્ર સરકાર તથા રાજય સરકારનાં વખતોવખતનાં હુકમથી આપવામાં આવેલ આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે અને તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
 • આ જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટના સમગ્ર વિસ્તારમાં, તથા ધોરાજી, જેતપુર અને ઉપલેટા સિવાયના રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 29 જાન્યુઆરી સુધી લાગુ પડશે.

સરકારશ્રી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કોઈપણ કાર્યક્રમો સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી/અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેમને લાગુ પડશે નહીં. ભારત સરકારશ્રી, રાજય સરકારશ્રી દ્વારા કે અત્રેથી મુક્તિ આપેલ હોય કે હવે પછી મુકિત આપવામાં આવે તેમને આ હુકમ લાગુ પડશે નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

English summary
Rajkot Collector announces night curfew in Gondal, Dhoraji and Jetpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X