માસ્ક ન પહેરવા છતાં દલીલો કરી રહી હતી પત્ની, પતિએ પોલિસ સામે જ મારી થપ્પડ
રાજકોટઃ શહેરમાં લાગેલા રાત્રિ કર્ફ્યુ વચ્ચે રસ્તા પર માસ્ક ન પહેરવા છતાં એક વ્યક્તિની પત્ની પોલિસકર્મીઓ સાથે દલીલો કરી રહી હતી. પતિએ માસ્ક ન પહેરવાની ભૂલ માની લીધી પરંતુ પત્ની શાંત ન થઈ. આના પર પતિએ કહ્યુ - ચૂપ રહે. તો પણ ચૂપ ન થવા પર પતિએ પોલિસકર્મીઓ સામે જ પત્નીને થપ્પડ લગાવી દીધી. આ રીતની સ્થિતિ બગડતા જોઈ પોલિસકર્મીઓ બંનેને સમજાવીને ઘરે રવાના કરી દીધા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોાં તમે જોઈ શકો છો કે ગુસ્સે ભરાયેલ પતિએ શું કર્યુ. તમને જણાવી દઈએ કે માસ્ક ન હોવાના કારણે એ બંનેને હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો હતો.
માહિતી મુજબ આ મામલો રાજકોટના ત્રિકોણ બાગનો છે. જ્યાં પોલિસે માસ્ક ન હોવા પર બાઈક સવાર પતિ-પત્નીને રોક્યા. પોલિસે તેમને કહ્યુકે અહીં રાત્રિ કર્ફ્યુ લાગુ છે. તમારે હજાર રૂપિયા દંડ ભરવો પડશે. આ સાંભળીને મહિલા ભડકી ગઈ અને પોલિસકર્મીઓ સાથે દલીલો કરવા લાગી. બોલી કે મારી પાસે દુપટ્ટો નથી જેનાથી મોઢુ બાંધી શકુ. ભૂલ હોવા છતાં મહિલાનુ બોલવાનુ ચાલુ રહેતા પતિ પણ ગુસ્સે થઈ ગયો અને પોતાની પત્ની પર જ હાથ ઉપાડી દીધો. ત્યારે પોલિસે એ બંનેને ત્યાંથી સમજાવીને રવાના કર્યા.
માસ્ક ન પહેરનારાને પોલિસ શહેરમાં આ રીતે રોકીને દંડ વસૂલી રહી છે. કોરોનાના વધતા સંક્રમણના કારણે ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ ચાલુ છે. આના કારણે પણ પોલિસ વધુ સતર્ક છે. માસ્ક ન પહેરનારા પાસે પોલિસ દ્વારા દંડ વસૂલવામાં આવી રહ્યો છે. રાજકોટમાં હજાર રૂપિયા દંડ લગાવવામાં આવી રહ્યો છે.
સીરમ ઈન્સ્ટીટ્યુટે કહ્યુ - કોવિશીલ્ડ વેક્સીન એકદમ સુરક્ષિત