For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટના લોકમેળાને આકર્ષક શીર્ષક આપશે નગરજનો, સ્પર્ધાનું કરાયું આયોજન

રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તારીખ 17 ઓગસ્ટ, 2022થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 16 જુલાઇ, 2022 : રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તારીખ 17 ઓગસ્ટ, 2022થી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આકર્ષક શીર્ષક આપનારા સ્પર્ધકને પુરસ્કારથી નવાજવામાં આવશે.

રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થશે

રેસકોર્સ મેદાનમાં પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન થશે

સૌરાષ્ટ્રના લોકોને બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માણવાની તક મળશે. કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને2020 અને 2021 માં મેળો રદ્દ કરવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર આ વર્ષે મેળાના આયોજન અંગે સકારાત્મક છે અને તેનીતૈયારી માટે બુધવારના રોજ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

રાજકોટ કલેક્ટર લોકમેળા સમિતિના વડાછે. રેસકોર્સ મેદાનમાં 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવશે.

એક વ્યક્તિ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકશે

એક વ્યક્તિ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકશે

રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લાલોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવે છે.

આ વર્ષનો લોકમેળો તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ સુધી યોજાનાર છે. આ મેળાનું શીર્ષકમેળવવા માટે સ્પર્ધા યોજવામાં આવનાર છે. શીર્ષક એટલે કે 'રંગીલો લોકમેળો', 'થનગનાટ લોકમેળો','જમાવટ લોકમેળો', 'કાઠીયાવાડીલોકમેળો', આ પ્રકારના શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઇએ. એક વ્યક્તિ વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકશે.

આ સ્પર્ધામાં કોઇપણ ભાગ લઇ શકશે

આ સ્પર્ધામાં કોઇપણ ભાગ લઇ શકશે

સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથીમોકલવાની રહેશે.

એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનારસ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે.

આ એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ - 27/07/2022 સુધીમાં મોકલીઆપવાની રહેશે. આ સ્પર્ધામાં કોઇપણ ભાગ લઇ શકશે.

લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે

લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે

પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરીગણાશે.

સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેક્ટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ છે. જ્યારેઇ-મેઇલ આઇડી - [email protected] ઉપર મોકલી આપવાની રહેશે.

સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાનેલેવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.

English summary
Rajkot's Lok Mela will be given an attractive title by the townspeople, a competition has been organized
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X