Video: રાજકોટ-જૂનાગઢ બસની મહિલા કંડક્ટરને PSIએ મારી થપ્પડ, મહિલાઓએ કર્યો બચાવ
રાજકોટઃ ગુજરાતમાં રાજકોટ-જૂનાગઢી બસની મહિલા કંડક્ટરની એક મહિલા પોલિસ અધિકારી સાથે બોલાચાલી થઈ ગઈ. ગુસ્સે થયેલ મહિલા પોલિસ અધિકારીએ ઝપાઝપી શરૂ કરીને લાફો પણ મારી દીધો. જેના કારણે ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ. ઘણી મહિલાઓએ આ બંનેનો ઝઘડો અટકાવ્યો. આ દરમિયાન લોકોએ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો. આ વીડિયોમાં મહિલા કંડક્ટર અને મહિલા પોલિસ અધિકારી ઝઘડતા જોઈ શકાય છે.
માહિતી મુજબ મહિલા કંડક્ટર અને મહિલા પોલિસ અધિકારી પીએસઆઈ ડોડિયા વચ્ચે વાહન હટાવવા બાબતે બોલાચાલી થઈ. ત્યારે પીએસઆઈએ કંડક્ટર સામે ઝપાઝપી કરી દીધી. અમુક લોકોએ બંનેને અલગ કરવાની કોશિશ પણ કરી પરંતુ પીએસઆઈ કંડક્ટરને છોડતી નહોતી. વળી, એક અન્ય કર્મચારીએ આખી ઘટનાનો વીડિયો બનાવી દીધો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. આ કારણે સમગ્ર કેસ ડીસીપી સ્તરના અધિકારીઓ સુધી પહોંચી ગયો. જે બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ઘટના સ્થળે પીએસઆઈને ઉલઝતા જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી. અમુક લોકોએ કહ્યુ કે પોલિસ લોકોની સુરક્ષા માટે હોય છે પરંતુ અહીં તો ખાખી યુનિફોર્મમાં લેડી ગુંડાગિરી પણ ઉતરી આવી. નાની બોલાચાલીમાં મહિલા કંડક્ટરની મારપીટ શરૂ કરી દીધી. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા પોલિસ અધિકારી કઈ રીતે મહિલા કંડક્ટર સાથે ઝપાઝપી કરી રહી છે. મારપીટના આ ઘટના શહેરના જૂના બસ સ્ટેશનની છે. જ્યાં જૂનાગઢથી રાજકોટની બસો આવીને ઉભી રહે છે.
કોરોનાના 7 માસ બાદ અમદાવાદમાં શરૂ થયા મલ્ટીપ્લેક્સ - થિયેટર