• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખંભાળિયામાં બે સગીર બહેનો પર બળાત્કાર, 3 આરોપીની ધરપકડ

|
Google Oneindia Gujarati News

રાજકોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા પોલીસે બુધવારના રોજ બે સગીર બહેનો પર બળાત્કાર ગુજારવાના કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ નિકેશ પ્રજાપતિ, આશિષ આયર અને મહેશ ચાવડા તરીકે કરવામાં આવી છે, તમામની ઉંમર લગભગ 21 વર્ષ છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ખંભાળિયા શહેરની 17 વર્ષની યુવતી જાન્યુઆરીમાં નિકેશના સંપર્કમાં આવી હતી અને તેણે તેની સાથે મિત્રતા કેળવી હતી. નિકેશે છેલ્લા બે મહિનામાં તેની સાથે અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

ફેબ્રુઆરીમાં યુવતીએ નિકેશને કહ્યું કે તે ગર્ભવતી છે. પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવવાના બહાને નિકેશે તેણીને 27 ફેબ્રુઆરીના રોજ એક અલગ ઘરમાં બોલાવી હતી. ત્યાં આશિષ અને મહેશ હાજર હતા. યુવતી તેની 14 વર્ષની નાની બહેન સાથે ત્યાં ગઈ હતી.

ખંભાળિયા પોલીસ ઇન્સ્પેક્ટર પી એમ જુંદાલે જણાવ્યું હતું કે, નિકેશ નાની બહેનને બીજા રૂમમાં લઈ જવા માંગતો હતો, પરંતુ મોટી બહેને પ્રતિકાર કર્યો હતો. ત્યારપછી આશિષ અને મહેશે મોટી છોકરીના હાથ-પગ બાંધીને છરીના ઘા ઝીંકી દીધી હતી. ત્યારપછી નિકેશ નાની છોકરીને બીજા રૂમમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો હતો.

આ ઘટના બાદ બંને બહેનો શાંત રહી હતી, પરંતુ નાની બહેન મંગળવારના રોજ તેની માતા સમક્ષ ભાંગી પડી હતી. ટૂંક સમયમાં તેમના પિતાએ ખંભાળિયા પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરિવાર ગરીબ છે અને બંને છોકરીઓ ઘરમાં છૂટક મજૂરી કરે છે.

English summary
Rape of two minor sisters in Khambhaliya, arrest of 3 accused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X