પાકિસ્તાની જેલોમાં બંધ હિંદુસ્તાની માછીમારીઓની પત્નીએ કહ્યુ - સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે પતિઓને મુક્ત કરાવો
રાજકોટઃ સમુદ્રમાં માછલી પકડવા ગયેલા ભારતીય માછીમારોને હંમેશા પાકિસ્તાનીઓ દ્વારા કેદ કરી લેવામાં આવતા હોય છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીઓના સુરક્ષાબળ ભારતીય માછીમારોનુ અરબ સાગરમાંથી અપહરણ કરી લે છે. ત્યારબાદ તેમને કરાંચી સહિત ઘણા અન્ય સ્થળોની જેલોમાં બંધ કરી દે છે. હવે સ્વતંત્રતા દિવસ પહેલા ગુજરાતના માછીમાર સંગઠનોએ પોતાને ત્યાંના માછીમારોની મુક્તિ માટે સરકાર પાસે રજૂઆત કરી છે. જેમાં માછીમારોની પત્નીઓ અને બાળકોએ કહ્યુ છે કે જ્યારે સ્વતંત્રતા દિવસ આવી રહ્યો છે તો બંને દેશોની પરસ્પર કૂટનીતિ હેઠળ તેમના ઘરવાળાને પાકિસ્તાનની જેલોમાંથી મુક્ત કરવામાં આવે. રાજકોટ જિલ્લાની ઘણી મહિલાઓએ પોતાના પતિઓને માનવીય આધારે મુક્ત કરવાની માંગ કરી છે.
પાક જેલમાં બંધ માછીમાર રમણભાઈ પારેખની પત્નીએ કહ્યુ કે, 'ઘર પરિવાર ચલાવવા માટે પતિ માછલીઓ પકડતા હતા. સમુદ્રમાંથી તેમને પાકિસ્તાનીઓએ કસ્ટડીમાં લઈ લીધા અને પાકિસ્તાન લઈ ગયા. આ ઘટનાને ત્રણ વર્ષ થઈ ગયા. મે છેલ્લા ત્રણ વર્ષથી આ અંગે રાજ્ય સાથે-સાથે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ શકી નથી.' વળી, જીતુભાઈની પત્ની રમીલાબેને કહ્યુ કે, 'જે માછીમારો પકડાઈ જાય છે, સરકાર તરફથી તેમના પરિવારને દર મહિને 9 હજાર રૂપિયાની મદદ આપવામાં આવે છે પરંતુ અમને રૂપિયાની મદદ નથી જોઈતી પતિની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ જોઈએ.'
અન્ય એક મહિલા હીરાબેને કહ્યુ કે મારા પતિ પણ 3 વર્ષથી પાકિસ્તાનીઓની કેદમાં છે. દીકરો જ્યારે પાંચ મહિનાનો હતો ત્યારે પાકિસ્તાની મરીન એજન્સીએ મારા પતિને માછલી પકડતી વખતે અપહરણ કરી લીધુ હતુ. હવે મારો દીકરો પોતાના પિતા વિશે પૂછે છે. હું તેને શું કહીને રોકુ છુ મને જ ખબર છે. આ નાના બાળકને સરકાર શું જવાબ આપવા માંગે છે? આ રીતે ઘણી બીજી મહિલાઓએ પણ પોતાની પીડા વ્યક્ત કરી. જેમાં મુંબઈના જતિન દેસાઈ, પોરબંદરના જીવણભાઈ ડુગી અને કોડિનારના બાલૂભાઈ સહિત માછીમારોની પત્નીઓ શામેલ છે.