
NEET PG લેવાની લાલચમાં ડૉક્ટરે 32 લાખ રૂપિયા ગુમાવ્યા
રાજકોટ : મેડીકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં એડમિશન અપાવવાની લાલચમાં સુરતના એક દંપતીએ જૂનાગઢના ડૉકટરને રૂપિયા 32 લાખની છેતરપિંડી કરી હતી.
જૂનાગઢની સાયબર ક્રાઈમ પોલીસે આ વર્ષે 19 ફેબ્રુઆરીના રોજ ડૉ. રોહલ લક્કડની ફરિયાદના આધારે સતીશ કાનાણી અને પત્ની સોનલ, બંને મોટા વરાછાના રહેવાસીઓની ધરપકડ કરી હતી.
લક્કડ અને તેની પત્ની બંને ડોક્ટર છે અને માણાવદર તાલુકાના નાકરા ગામના વતની છે. હાલ ડોક્ટર લક્કડ વડોદરાના ગોત્રી વિસ્તારમાં સ્થાયી છે.
ફરિયાદ મુજબ, ડૉ. લક્કડે NEET PG પરીક્ષામાં બેસવા માટે તેમના તમામ ડેટા સાથે એક ઑનલાઇન ફોર્મ ભર્યું હતું. સાયબર ક્રાઈમના પોલીસ ઈન્સ્પેક્ટર આર વી વાજાએ જણાવ્યું હતું કે, "સાયબર ક્રૂક્સે ડોક્ટરનું કોમ્પ્યુટર હેક કર્યું અને તેણે ઓનલાઈન ભરેલી તમામ વિગતો કાઢી લીધી હતી.
ડૉ. લક્કડને વિશાલ સિંહ નામના વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે મને NEET ક્લીયર કરવામાં મદદ કરવાનું વચન આપ્યું. ત્યારબાદ વિશાલ સિંહે વિવિધ કારણોસર પૈસાની માંગણી કરવાનું શરૂ કર્યું અને તેને વિવિધ બેંક ખાતાઓમાં કુલ 32 લાખ રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું. જેમાંથી તેને છ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા. તેને માર્ચ 2019 થી ફેબ્રુઆરી 2022 સુધી પૈસા ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું.
વાજાએ જણાવ્યું હતું કે, સુરતના દંપતીના ખાતામાં તમામ પૈસા ગયા હતા, પરંતુ જેમણે ડો. લક્કડનું કમ્પ્યુટર હેક કર્યું હતું અને તેમને ફોન પર લલચાવ્યા હતા, તેમની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ જૂથ પર ભૂતકાળમાં અન્ય શહેરોમાં પણ સમાન મોડસ ઓપરેન્ડી સાથે ડૉકટર્સને છેતરવા માટે કેસ નોંધવામાં આવ્યો હતો.