India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 વર્ષીય સગર્ભા મહિલાનું રહસ્યમય રીતે મોત

|
Google Oneindia Gujarati News

રાજકોટ : સુરેન્દ્રનગરમાં મંગળવારના રોજ તેના બોયફ્રેન્ડ સાથે રહેતી 24 વર્ષીય સગર્ભા મહિલાનું મૃત્યુ રહસ્ય ઘેરાયું હતું. મૃતક આરતી રાવલ ગાંધીનગર જિલ્લાના કાલોલની વતની છે, પરંતુ તે શાહિલ રાવલ સાથે લિવ ઈન રિલેશનશિપમાં હતી. પોલીસે જણાવ્યું કે, આરતી ત્રણ મહિનાની ગર્ભવતી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરતી અને સાહિલ સાત મહિના પહેલા કલોલથી ભાગી ગયા હતા અને ત્યારથી સુરેન્દ્રનગરમાં રહેતા હતા. ત્યારે આરતીના માતા-પિતાએ તેના ગુમ થવાની ફરિયાદ કલોલ પોલીસમાં નોંધાવી હતી. જ્યારે તેણીએ તેના માતા-પિતા સાથે જવાનો ઇન્કાર કર્યો અને તેના બોયફ્રેન્ડ સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે પોલીસે કેસને આગળ ધપાવ્યો નહીં.

મંગળવારના રોજ બેહોશ થઈ જતાં આરતીને હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં દાખલ કર્યાની થોડી જ મિનિટોમાં તેણીનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે, તેણીના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. જોરાવરનગર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે પોલીસ એફઆઈઆર નોંધશે.

English summary
The mysterious death of a 24 year old pregnant woman.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X