રાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો, વધુ 11 મોત સાથે કુલ સંક્રમિત 2471
ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે 1074 કોરોના દર્દીઓનો વધારો થયા બાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા રાજ્યમાં 68,885 થઈ ગઈ છે. કોરોનાનો આંકડો સિત્તેર હજાર સુધી પહોંચવાની તૈયારીમાં છે. ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં કુલ 7447 નવા કેસ નોંધાયા જે કેસમાં ઘટાડો દર્શાવે છે. ગુજરાતમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 14,587 થઈ ગઈ છે. ગઈકાલે થયેલા મોત બાદ રાજ્યમાં મોતનો કુલ આંકડો 2606 સુધી પહોંચી ગયો છે અને મૃત્યુદર 3.8 ટકા છે.
સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો ગઈ કાલના વધુ 11 મોત સાથે જિલ્લામાં કુલ પૉઝિટીવ કેસની સંખ્યા 2471 થઈ ગઈ છે. હાલમાં 579 દર્દીઓ સારવાર હેઠળ છે. મૃત્યુ પામેલ 11માંથી 8 મોત સિવિલમાં અને 3 ખાનગી હોસ્પિટલમાં થયા છે. ઉલ્લેખનીય છે કે મૃત્યુઆંક ઘટાડવા માટે કોરોના ટેસ્ટની સંખ્યા પણ વધારીને રોજના 1200 કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે રાજકોટમાં રોજ 7થી 8 લોકોના મોત થઈ રહ્યા છે. પૉઝિટીવ કેસોની સંખ્યા 90 આસપાસ આવી રહી છે. શુક્રવારે કોરોનાના 90 કેસ નવા આવ્યા હતા જેમાંથી 48ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લા મોરબીમાં પણ શુક્રવારે વધુ 13 કેસ પૉઝિટીવ નોંધવામાં આવ્યા. જેમાં જૂનાગઢમાં 46, ગિર સોમનાથમાં 23, અમરેલીમાં 21, પોરબંદરમાં 9 પૉઝિટીવ કેસ નોંધાયા હતા.
કેરળ વિમાન દૂર્ઘટનાથી મેંગલોર પ્લેન ક્રેશની યાદો થઈ તાજી, એક દશક પહેલા 160 લોકોના ગયા હતા જીવ