For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Third Wave of Corona : RMCએ મોટી સંખ્યામાં ધન્વંતરી રથ અને કંટ્રોલ રૂમ શરૂ કર્યા

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ ગુરુવારના રોજ તેનો કોવિડ 19 કંટ્રોલ રૂમ ફરીથી ખોલ્યો હતો, જ્યારે શહેરમાં બુધવારના રોજ એક દિવસમાં કેસમાં 400 ટકા વધારો થયો હતો.

|
Google Oneindia Gujarati News

Third Wave of Corona : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)એ ગુરુવારના રોજ તેનો કોવિડ 19 કંટ્રોલ રૂમ ફરીથી ખોલ્યો હતો, જ્યારે શહેરમાં બુધવારના રોજ એક દિવસમાં કેસમાં 400 ટકા વધારો થયો હતો. રાજકોટ શહેરના 18 વોર્ડમાં 100 જેટલા ધન્વંતરી રથ પણ ફેરવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 50 સંજીવની રથ પણ ફેરવવામાં આવી રહ્યા છે.

એક નિવેદનમાં નાગરિક સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેરને પગલે RMCએ સાવચેતીનાં ભાગરૂપે આ કામગીરી શરૂ કરી છે અને વાયરસના ફેલાવાને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી છે.

આરોગ્ય સ્ટાફ ઘરે ઘરે જઈને પ્રાથમિક લક્ષણો દર્શાવતા લોકોના ટેસ્ટ કરશે

આરોગ્ય સ્ટાફ ઘરે ઘરે જઈને પ્રાથમિક લક્ષણો દર્શાવતા લોકોના ટેસ્ટ કરશે

RMC ધન્વંતરી રથમાં દરેકમાં એક ડોક્ટર અને એક પેરામેડિકલ સ્ટાફ હશે. પ્રાધાન્યતા એ વિસ્તારોને હશે કે, જેમાં વધુ સંખ્યામાં કોવિડ કેસ નોંધાયા છે.

આરોગ્યસ્ટાફ ઘરે ઘરે જઈને પ્રાથમિક લક્ષણો દર્શાવતા લોકોના ટેસ્ટ પણ કરશે. તેઓ હોમ આઇસોલેશન હેઠળના લોકો પર પણ નજર રાખશે અને દવાઓ અને અન્યઆરોગ્યસંભાળ સંબંધિત સેવાઓ પ્રદાન કરશે.

RMC એ સેન્ટ્રલ ઝોનમાં તેનો કંટ્રોલ રૂમ ફરી શરૂ કર્યો છે, જે આરોગ્ય અધિકારીઓની તમામ કોવિડ સંબંધિત પ્રવૃત્તિઓ પર નજર રાખશે. આ સાથે નાગરિકોનેમાર્ગદર્શન આપશે, જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક મદદ પૂરી પાડશે. તે લોકો, આરોગ્ય અધિકારીઓ, ખાનગી અને સરકારી હોસ્પિટલ સાથે પણ સંકલન કરશે.

RMCએઆકાશવાણી ચોક, રૈયા ચોક, કેકેવી ચોક, લીમડીયા ચોક અને મવડી ચોક સહિત પાંચ સ્થળોએ કોવિડ ટેસ્ટિંગ બૂથ શરૂ કર્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસ નોંધાયા

હાલ દેશ અને દુનિયા સહિત રાજ્યમાં પણ કોરોનાના પોઝિટિવ કેસમાં સખત વધારો નોંધાઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1 લાખ 17 હજાર100 નવા કેસ નોંધાયા છે. આવા સમયે આ સમયગાળા દરમિયાન 302 કોરોના દર્દીઓના મોત થયા છે.

આ સાથે છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 30 હજાર 836દર્દીઓ સાજા થયા છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખ 71 હજાર 363 છે. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213 નવા કેસનોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સૌથી વધુ 1,862 કેસ સામે આવ્યા છે, જ્યારે સુરતમાં પણ ત્રીજી લહેરમાં પ્રથમ વખત દૈનિક કેસ 1 હજારની પાર પહોંચીચૂક્યાં છે. જ્યાં આજે 1193 કેસ નોંધાયા છે. આ સાથે રાજકોટમાં 224 અને વડોદરામાં 116 કેસ સામે આવ્યા છે. જ્યારે તાપીમાં કોરોનાથી એક દર્દી મોતને ભેટ્યો છે.

રાજકોટ જિલ્લા કલેક્ટરે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી

રાજકોટ જિલ્લા કલેક્ટરે આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી

સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરૂવારના રોજ રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ વિવિધ અધિકારીઓ સાથેબેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી પણ હાજર રહ્યા હતાં.

તેમણે કોરોના સંક્રમણ અંગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાંકોરોનાની ત્રીજી લહેર પ્રવેશી ચૂકી છે. આ અંગે એક અઠવાડિયા અગાઉ જ અમને ખબર પડી ચૂકી હતી.

કોરોનાની ત્રીજી લહેર આવે તો શું શું વ્યવસ્થાઓ ગોઠવીશકીએ? તે અંગે અમે સૂચનો પણ કર્યા હતા. જેને લઈને આ અંગે અમારી ગુરૂવારના રોજ જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજાઇ હતી.

English summary
Third Wave of Corona : Large number of Dhanvantari chariots and control rooms launched by RMC system.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X