For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, અત્ર તત્ર સર્વત્ર સર્જાઇ તારાજી

સૌરાષ્ટ્રમાં ગુરુવારના રોજ પણ મુશળધાર વરસાદ ચાલુ રહ્યો હતો. આ સાથે ગીર-સોમનાથના સુત્રાપાડામાં 148 mm નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સુત્રાપાડા અને તાલાલાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ગુરુવારના રોજ પણ મુશળધાર વરસાદ ચાલુ રહ્યો હતો. આ સાથે ગીર-સોમનાથના સુત્રાપાડામાં 148 mm નોંધાયો હતો. ભારે વરસાદને કારણે સુત્રાપાડા અને તાલાલાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, જેમાંથી અનેક ગામડાઓ સતત ધોધમાર વરસાદને કારણે સંપર્ક વિહોણા થઇ ગયા હતા.

તાલાલા-આંકોલવાડી રોડ પર ભારે પાણી ભરાવાને કારણે સોમનાથ મંદિર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. કારણ કે, વાહનો અવરજવર કરી શકતા ન હતા.

ઉના અને કોડીનાર શહેરમાં પણ ભારે વરસાદ

ઉના અને કોડીનાર શહેરમાં પણ ભારે વરસાદ

ઉના અને કોડીનાર શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો, જ્યાં 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમોએ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવામાં ભારેમુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

નદીમાં ફસાયેલા એક વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યો

નદીમાં ફસાયેલા એક વ્યક્તિને સ્થાનિકોએ બચાવ્યો

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં એક કાર તોફાની પાણીમાં ફસાઈ હતી. કારમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ અનેતેના પુત્રને ગ્રામજનોએ દોરડા વડે બચાવી લીધા હતા.

અમરેલીમાં સાવરકુંડલા તાલુકાના અભરામપર ગામે વહેતી નદીમાં ફસાયેલા એકવ્યક્તિને પણ સ્થાનિકોએ બચાવી લીધો હતો.

569 જેટલા ગામો અંધારામાં ડૂબી ગયા

569 જેટલા ગામો અંધારામાં ડૂબી ગયા

કચ્છમાં પૂર જેવી સ્થિતિના કારણે વીજ વિતરણ કંપની પીજીવીસીએલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે.

પીજીવીસીએલના સૂત્રોનાજણાવ્યા અનુસાર, કચ્છમાં 1,348 ફીડરો ક્ષતિગ્રસ્ત થયા હતા, જેમાંથી 1,299 ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે.

569 જેટલા ગામોઅંધારામાં ડૂબી ગયા છે, જ્યારે 406 વીજ થાંભલા ધરાશાયી થયા છે.

ભાદર-2 ડેમના 4 દરવાજા 2.5 ફુટ ખોલાયા

ભાદર-2 ડેમના 4 દરવાજા 2.5 ફુટ ખોલાયા

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ રહી છે.

ડેમના4 દરવાજા 2.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ધોરાજી તાલુકાના ભોળા, ભલ ગામડા, છાડવાવદર,સુપેડી તથા ઉપલેટા તાલુકાના ડુમયાણી, ચીખલીયા, સમઢીયાળા, ભીમોરા, ગણોદ, ગાધા, ગંદોડ, હાથફોડી, ઈસરા કુંઢેચ, લાઠ, મેલીમજોઠી નિલાખા, તલગણા, અને ઉપલેટા ગામોના લોકોએ નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારાજણાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર આપશે 156 નગરપાલિકાઓને કુલ રૂપિયા 17.10 કરોડની સહાય

રાજ્ય સરકાર આપશે 156 નગરપાલિકાઓને કુલ રૂપિયા 17.10 કરોડની સહાય

નગરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીનાનિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે, તે માટે મુખ્યમંત્રીએ 17.10 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિકઅનુમતિ આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ 17.10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતા રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાંવરસાદી સ્થિતિ પછીની સાફ સફાઇ અને ભરાયેલા વરસાદી પાણીના નિકાલ સહિતની નગર સુખાકારી કામગીરીમાં વધુ ગતિ આવશે.

English summary
Torrential rain in Saurashtra, desolation everywhere.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X