For Quick Alerts
For Daily Alerts
ભુજમાં સોનાની ચોરી કરનાર ઇરાની ગેંગના બે શખ્સ ઝડપાયા
કચ્છના ભુજમાં ચાર દિવસ પૂર્વે જ્વેલર્સની નજર ચૂકવી ઇરાની ગેંગના રૂ.15 લાખના સોનાની ચોરી કરી હતી. ચોરી કરીને ભાગેલા બે શખ્સને રાજકોટ પોલીસે રેલવે સ્ટેશન નજીકથી ઝડપી લઇ રૂ.14.14 લાખનું સોનું જપ્ત કર્યું હતું. ઝડપાયેલી બેલડીએ ગુજરાત, રાજસ્થાન, મુંબઇ, દિલ્હી અને કોલકાતામાં 45 ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
ભુજથી ભાગ્યા બાદ એક શખ્સ બાઇક પર મોરબી તરફ ભાગ્યો હતો અને તે ઝડપાઇ ગયો હતો, જ્યારે ગુલામઅબ્બાસ અને ગુલામ ઉર્ફે સુલતાન રાજકોટથી ટ્રેનમાં કે ફ્લાઇટમાં બેસી મુંબઇ જવાની વેતરણમાં હતો. બંને શખ્સે અનેક રાજ્યમાં મળી 45 જેટલી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ઇરાની ગેંગના બે તસ્કર ઝડપાયાની જાણ થતાં કચ્છ પોલીસે બંનેનો કબજો મેળવવાની કવાયત શરૂ કરી હતી.
અમદાવાદમાં ત્રણ તબક્કામાં 10 લાખ અમદાવાદીઓને મળશે વેક્સિન