રાજકોટના કાલાવાડ રોડ પર દારૂ પીને બે યુવતીઓએ હોબાળો મચાવ્યો, વીડિયો વાયરલ!
એક તરફ રાજ્યમાં સરકાર દારૂબંધી હોવાના દેખાડા કરી રહી છે તો બીજી તરફ ગુજરાતના ખુણે ખુણેથી સરકારની આ વાતને વિપરીત દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. પુરૂષો તો ઠીક હવે યુવતીઓ સુધી પણ દારૂ આસાનીથી પહોંચી રહ્યો છે.
ઘટના રાજકોટના કાલાવાડ રોડ પરની છે. કાલાવાડ રોડ પર આવેલા તાલુકા પોલીસ સ્ટેશન નજીકનો એક વીડિયો હાલ રાજકોટમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ વીડિયોમાં બે યુવતીઓ ઝઘડતી જોવા મળી રહી છે. મળતી વિગતો મુજબ આ બન્ને યુવતીઓ નશામાં ચુર હતી. નશાની હાલતમાં રસ્તા પર જ હોબાળો મચાવતા ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના તાલુકા પોલીસ સ્ટેશન નજીક આવેલા એક રેસ્ટોરન્ટમાં બની હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ વીડિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યુ નથી. એક તરફ સરકારની દારૂબંધીની મોટી મોટી વાતો તો બીજી તરફ દારૂ પીને છાગટા થઈને રસ્તાઓ માથે લેતા આવા કિસ્સાઓ સરકારના દાવાઓની પોલ ખોલી નાંખે છે. હવે જોવાનું એ રહે છે કે આ ઘટનાને લઈને આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે.