For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતથી મધ્ય પ્રદેશના કટની રેલવે સ્ટેશન પર આવેલા 3 વ્યક્તિઓ પાસે મળ્યુ 14 કિલો સોનુ, કિંમત છે 7 કરોડ રૂપિયા

મધ્ય પ્રદેશના કટની રેલવે સ્ટેશન પર પોલિસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસે 14 કિલોગ્રામ સોનુ છે જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે.

|
Google Oneindia Gujarati News

ભોપાલઃ મધ્ય પ્રદેશના કટની રેલવે સ્ટેશન પર પોલિસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ લોકો ગુજરાતના સુરતથી અહીં આવ્યા છે. તેમની પાસે 14 કિલોગ્રામ સોનુ છે જેની કિંમત લગભગ 7 કરોડ રૂપિયા છે જે હાલમાં જપ્ત કરી લેવામાં આવ્યુ છે. ત્રણેને કસ્ટડીમાં લઈને જીઆરપી પોલિસ પૂછપરછ કરી રહી છે. જ્યારે આ ત્રણે લોકો તાપ્તી ગંગા એક્સપ્રેસથી સ્ટેશન પર ઉતર્યા તો તેમને પોલિસે કસ્ટડીમાં લઈ લીધા. આ લોકોએ એક બેગમાં ઘરેણા રાખ્યા હતા જેની કિંમત આશરે 7 કરોડ રૂપિયા છે.

gold

કટની રેલવે સ્ટેશન પર જીઆરપી પોલિસ સ્ટેશનના ઈંચાર્જ આરકે પટેલે જણાવ્યુ કે આ ત્રણે વ્યક્તિ રેલવે સ્ટેશનના મુખ્ય ગેટ પર શંકાસ્પદ રીતે અટકી ગયા. જ્યારે અમે તેમને સ્ટેશને લઈને આવ્યા અને તેમની બેગ ચેક કરી તો અમને તેમની બેગમાં સોનાની ચેન, રિંગ, ઈયરિંગ અને અન્ય ઘરેણા મળ્યા. આ ઘરેણાનુ કુલ વજન 14 કિલોગ્રામ અને બજાર ભાવ લગભગ 7 કરોડ રૂપિયા છે. જો કે આ ત્રણે પાસે 5.5 કરોડની જ્વેલરીના બિલ છે. આ ત્રણેએ જણાવ્યુ કે આ લોકો ગુજરાતના સુરતથી આવી રહ્યા છે. ત્રણેની ધરપકડ બાદ જીઆરપીના અધિકારીઓએ જીએસટી અને આવકવેરા વિભાગને પણ આની માહિતી આપી દીધી છે. બંને વિભાગના અધિકારી આ ત્રણેની પૂછપરછ કરવા માટે પોલિસ સ્ટેશન પહોંચી ગયા છે. આરકે પટેલે કહ્યુ કે તપાસ બાદ આ ત્રણે સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પૂછપરછ દરમિયાન ત્રણે આરોપીઓએ જણાવ્યુ કે તે ગુજરાતના સુરતના રહેવાસી છે અને સરાફા વેપારી છે. પોલિસે ત્રણેના કાગળો ચેક કર્યા તો આ લોકોએ લગભગ 5 કરોડ રૂપિયાની જ્વેલરીના કાગળો બતાવ્યા. આરોપીઓના નામ પલ્લવ પટેલ, ધવલ કુમાર અને અજય કુમાર છે. ઘટનાની જાણકારી મળ્યા બાદ આ મામલે તપાસ શરૂ થઈ ગઈ છે. જીએસટી અને આવકવેરા અધિકારી આ લોકોના કાગળોની તપાસ કરી રહ્યા છે.

English summary
3 men from Surat arrested with 14 kg gold worth 7 crore at Katni railway station, Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X