સુરતઃ 5 કરોડના દહેજ માટે પજવતા શખ્સની ધરપકડ
સુરતઃ બુઘવારે પાંડેસરા વિસ્તારમા રહેતા એક શખ્સની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ પર પાંચ કરોડના દહેજની માંગણી કરી પત્નીને પજવતો હોવાનો આરોપ છે. મૂળ તેલંગાણાના સૂર્યાપેટના રહેવાસી સુજન જેલ્દીએ સુરતમાં જ પોતાનો બિઝનેસ ઓપરેટ કરતો હતો. સુરત પોલીસે તેના પાંડેસરા સ્થિત ઘરેથી આરોપીની ધરપકડ કરી લીધી છે.
જેલ્દીની પત્નીએ સામવારે ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ શખ્સ પર ભારતીય પીનલ કોડની કલમ 498 (એ) (નિર્દયતા), 323 (દુખ પહોંચાડવું), 504 (જાણી જોઈને માનહાની કરવી), 506 (ધાકધમકી) અને દહેજ નિવારણ કાયદા અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.
ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે 2008માં અફેર બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં, લગ્ન પહેલાં જેલ્દીએ કહ્યું હતું કે તે હૈદરાબાદની ફિલ્મ સિટીમાં કામ કરે છે પરંતુ લગ્ન બાદ જ્યારે હૈદરાબાદ રહેવા ગયા ત્યારે ખબર પડી કે જેલ્દી બેરોજગાર છે, અને થોડા મહિના અહીં રહેવા માટે તેની પત્નીએ તેલંગાણા જિલ્લાના નાલગોન્ડામાં એક ફ્લેટ ભાડે રાખવો પડ્યો.
સુરત, મુંબઈ અને બેંગલુરુમાં કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાયો
તેણીએ ઉમેર્યું કે, તેણીએ જેલ્દીને સુરત આવવા મનાવ્યો અને પોતાના પિતાને પણ જેલ્દીને બિઝનેસ શરૂ કરવામાં મદદ કરવા મનાવી લીધા. અહીં જેલ્દીએ સ્પા બિઝનેસ શરૂ કર્યો હતો. જો કે અમુક મહિના બાદ સ્પા બિઝનેસમાં નુકસાન થતાં તેને બિઝનેસમાંથી રસ ઉડી ગયો અને પોતાની પત્નીના પૈસા પર જીવન ગુજારવા લાગ્યો હતો.