સુરત-છાપરા સ્પેશિયલ સહિત 8 ટ્રેનો રદ કરાઈ, આ છે કારણ!
સુરત : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ છિયોકી સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે સુરત-છાપરા સ્પેશિયલ સહિત પશ્ચિમ રેલવેની અપ અને ડાઉનની કુલ આઠ ટ્રેનો રદ કરવામાં આવી છે.
ઉત્તર-મધ્ય રેલવેમાં યાર્ડ રિમોડેલિંગ માટે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ છિઓકી સ્ટેશન પર અને દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેમાં ત્રીજી લાઇન શરૂ કરવા માટે રૂપાઉન્ડ સ્ટેશન પર બિન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે થોડા દિવસોનો બ્લોક લેવામાં આવ્યો છે. આ દરમિયાન પશ્ચિમ રેલવેની અપ-ડાઉનમાં કુલ 8 ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09065 સુરત-છાપરા સ્પેશિયલ 7, 14 અને 21 ફેબ્રુઆરી અને ટ્રેન નંબર 09066 છપરા-સુરત સ્પેશિયલ 9, 16 અને 22 ફેબ્રુઆરીએ રદ રહેશે. રૂપાઉન્ડ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે થોડા દિવસોનો બ્લોક લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 22909 વલસાડ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 ફેબ્રુઆરીએ અને 22910 પુરી-વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ 6 ફેબ્રુઆરીએ રદ રહેશે. આ ઉપરાંત 09447/48 અમદાવાદ-પટણા સુપરફાસ્ટ સ્પેશિયલ, 20971/72 ઉદયપુર સિટી-શાલીમાર એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે.