કોરોના મહામારીને પગલે સુરતમાં કપડાનું ઉત્પાદન ઘટ્યું

કોરોના મહામારીને પગલે સુરતમાં કપડાનું ઉત્પાદન ઘટ્યું

કોરોના મહામારીએ સમગ્ર સેક્ટરને અને સમગ્ર વર્ગને અસર પહોંચાડી છે, લૉકડાઉનને પગલે સુરતમાં કપડાના ઉત્પાદનમાં જબરદસ્ત ઘટાડો નોંધાયો હતો. આવતી કાલથી જ શ્રમિક ટ્રેન શરૂ થઈ જવાના પગલે હવે કપડાના ઉત્પાદનમાં વધારો થશે તેવી ઉમ્મીદ જતાવવામાં આવી રહી છે.

cloth production

12 સપ્ટેમ્બરથી પુરીથી 3 સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. જેનાથી ઓરિસ્સાના શ્રમિકો આસાનીથી સુરત આવી શકશે. જેનાથી વીવિંગ સેક્ટરને ઘણો લાભ થશે અને કપડાં ઉત્પાદનમાં પણ તેજી આવશે. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ હાલ શ્રમિકોની કમીને પગલે શહેરના 35000થી વધુ વણાટ એકમોમાં પૂરી ક્ષમતાથી ઉત્પાદન નથી લેવાઈ રહ્યું. હાલ વીવિંગ ઈન્ડસ્ટ્રીમાં 1 લાખ શ્રમિકો કામ કરે છે. જેનાથી દરરોજ 8 કરોડ 50 લાખ રૂપિયાનું 50 લાખ મીટર કાપડનું ઉત્પાદન થઈ રહ્યું છે. લૉકડાઉન પહેલા દરરોજ અઢી કરોડ મીટર કપડાનું ઉત્પાદન થતું હતું. જેને લઈ શ્રમિકોને લાવવા માટે રેલવે મંત્રી પીયૂષ ગોયલ સમક્ષ સ્પેશિયલ ટ્રેનની માંગ કરવમાં આવી રહી હતી.

જણાવી દઈએ કે પાછલા અઠવાડિયે ચેમ્બર ઑફ કોમર્સે ઓરિસ્સાથી શ્રમિકોને પરત લાવવાની માંગ કરી હતી. ચેમ્બરના કાર્યવાહક અધ્યક્ષ દિનેશ નાવડિયા વીવિંગ સમિતિના અધ્યક્ષ આશીષભાઈ અને અન્ય ્રમુખ લોકોએ 21 ઓગસ્ટે મનપા કમિશ્નર સાથે મુલાકાત કરી વિશેષ ટ્રેનથી શ્રમિકોને લાવવાની વાત કહી હતી. પાંડેસરા વીવર્સ એસોસિએશનના અધ્યક્ષ આશીષ ગુજરાતીએ જણાવ્યું કે 3 ટ્રેન શરૂ થવાથી પ્રોડક્શનમાં વધારો થશે. જેનો લાભ દિવાળી સુધી મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X