For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત નગર નિગમનુ કારનામુ, કોરોનાથી તડપતા દર્દીઓ માટે કચરાના ટ્રકમાં મોકલાવ્યા 34 વેંટિલેટર

ગુજરાતમાં સુરત મહાનગરપાલિકાએ એવુ કારનામુ કરી દીધુ કે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ ધૂત્કારી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરત મહાનગરપાલિકાએ એવુ કારનામુ કરી દીધુ કે સોશિયલ મીડિયા પર લોકો ખૂબ જ ધૂત્કારી રહ્યા છે. વાસ્તવમાં કોરોનાના વધતા પ્રકોપના કારણે હાલમાં ગુજરાતમાં વેંટિલેટરની કમી પડી રહી હતી એવામાં રાજ્ય સરકારે વેંટિલેટરોની સંખ્યા વધારવાના આદેશ આપ્યા. સરકારે વલસાડથી 34 વેંટીલેટર સુરત પહોંચાડવાના આદેશ આપ્યા હતા. વેંટીલેટર દર્દીઓ માટે જીવનરક્ષકની જેમ હોય છે અને ઈલેક્ટ્રોનિક મશીનરી હોય છે પરંતુ મહાનગરપાલિકાની ટીમે આ માટે શરમજનક કામ કર્યુ.

surat

વેંટીલેટરોની કમી પૂરી કરવા માટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા 34 વેંટીલેટરોને કચરો ભરવાના ટ્રકમાં લઈ જવામાં આવ્યા. જેના ફોટા સામે આવ્યા ત્યારે વાયરલ થઈ ગયા. પ્રતિષ્ઠિત મીડિયા ગ્રુપ ઈન્ડિયા ટુડેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ કે કચરો ટ્રકમાં લાદીને જીવનરક્ષક વેંટીલેટર સુરતની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. કચરાની ટ્રક જોઈને એવુ લાગી રહ્યુ હતુ કે જાણો કબાડીની વસ્તુઓ લઈ જવામાં આવી રહી હોય. તમે ફોટો જોઈ શકો છો.

નવાઈની વાત એ છે કે વેંટીલેટર લાવવા માટે સુરત મોકલવામાં આવેલ કચરાના ટ્રકનો વલસાડ પ્રશાસને વિરોધ પણ ન કર્યો. કચરાની ટ્રકમાં ભરેલ વેંટીલેટર્સનો વીડિયો અને ફોટા સામે આવ્યા ત્યારે આ બેદરકારી સામે આવી. જણાવવામાં આવી રહ્યુ છે કે હવે વલસાડ કલેક્ટર આરઆર રાવલે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

સુરતની હોસ્પિટલોમાં વેંટીલેટરની માંગ ઘણી વધુ છે. આનુ કારણ એ છે કે હવે ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ દર્દી અહીં જોવા મળી રહ્યા છે. રાજ્યમાં ગયા સોમવારે કોરોના વાયરસના પહેલી વાર 3000થી વધુ કેસ સામે આવ્યા જેમાં સૌથી વધુ સુરતના હતા. અમદાવાદ બીજા નંબરે છે. રાજ્યમાં કુલ સંક્રમિતોનો આંકડો 3.2 લાખથી વધુ છે.

વેક્સીનથી કંઈ નુકશાન થયુ તો શું મળશે વળતર, સરકારે શું કહ્યુ?વેક્સીનથી કંઈ નુકશાન થયુ તો શું મળશે વળતર, સરકારે શું કહ્યુ?

English summary
Covid 19 Ventilators brought in garbage trucks by Surat Municipal Corporation team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X