
ગ્રીષ્મા હત્યા કાંડના આરોપીને જાહેરમાં ફાંસી આપવા પરિવારની માંગ, અમારો સિક્કો ખોટો-આરોપીના પિતા
સુરત : ગુનાખોરીમાં ગુજરાતમાં અવ્વલ ગણાતું સુરત આજકાલ ગ્રીષ્મા હત્યા કાંડ બાદ ખૌફમાં છે. સુરત શહેરમાં આજે હાલત એ છે કે કોઈપણ કોઈની હત્યા કોઈપણ સમયે કરી શકે છે ત્યારે હવે તંત્ર પાસેથી કડક પગલાની માંગણીઓ ઉઠી રહી છે. વેલેન્ટાઈન ડે પહેલા જ નરાધમ હત્યારા દ્વારા ગળુ કાપીને કરવામાં આવેવી ગ્રીષ્માની હત્યાના ઉંડા પડઘા પડ્યા છે. પીડિત પરિવારે આરોપીને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યો છે.
ગ્રીષ્માની હત્યા કરનારા નરાધમ આરોપીને ફાંસી આપવાની માંહ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવી છે. વારંવારની છેડતીથી કંટાળીને મૃતક ગ્રીષ્માએ પરિવારને જાણ પણ કરી હતી. પરિવારે આરોપીને આ બાબતે વોર્નિંગ આપી હતી. જે બાદ આરોપીની હિમ્મત એટલી વધી કે તે ચપ્પુ સાથે તેના ઘરમાં ઘુશી આવ્યો અને ગ્રીષ્માની હત્યા કરી નાંખી.
એફઆરઆઈ અનુસાર, આરોપી ફેનિલ ગ્રીષ્માે એક વર્ષથી હેરાન કરતો હતો અને ઘટના પહેલા તેના દરવાદે આવીને ઉભો હતો, જે બાદ મૃતકના મોટા પપ્પા અને ભાઈ સમજાવવા માટે ગયા હતા. જ્યાં તકરાર થઈ હતી અને આરોપીએ બન્નેને ચપ્પાના ઘા માર્યા હતા. તકરાર થતા ગ્રીષ્મા વચ્ચે પડી હતી. તે બાદ આરોપીએ ગ્રીષ્માને ગળેથી પકડી લીધી હતી અને ચપ્પાથી ગળુ કાપી નાંખ્યું.
આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગઈકાલે પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. બીજી તરફ આરોપી પરિવારે પોતાના સિક્કાને ખોટો ગમાવ્યો છે અને પીડિત પરિવારે આરોપીને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી છે.