ઉમરગામ GIDCની કંપનીમાં ભીષણ આગ
Surat: ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં રવિવારના રોજ એક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગને કાબુમાં લેવા માટે ફાયર ફાયર ટેન્ડર્સને કામે લગાડવામાં આવ્યા છે.
હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કંપનીમાં કેમિકલનો મોટો જથ્થો હોવાથી આગ ફેલાઈ હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉમરગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ભારત રેઝિન્સ લિમિટેડ અને રાજીવ ગરમેન્ટમાં આગ લાગવાની ઘટના બની છે. ઉમરગામના ઇતિહાસમાં પ્રથમ ભીષણ આગની ઘટના બની છે. આ કંપનીમાં રહેલું કેમિકલ રસ્તા અને ગટરમાં ઉતર્યું હતું.












Click it and Unblock the Notifications
