પહેલા પુત્રવધુનો વિમો કરાવ્યો અને પછી વીમો પકવવા મોતનો ખેલ ખેલ્યો!
સુરત : ગયા વર્ષે જાન્યુઆરીમાં સુરતના પુના કુંભારિયા વિસ્તારમાં 21 વર્ષની પરિણીતાની હત્યા કેસમાં પોલીસે મૃતક પરિણીતાના સસરા અને નણંદની યુપીના અલીગઢથી અટકાયત કરી છે. યુવતીનો 70 લાખનો વીમો લીધા બાદ સાસરિયાઓએ યુવતીને ટ્રક નીચે કચડીને સમગ્ર હત્યાને અકસ્માત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે યોગ્ય કાર્યવાહી કરીને સમગ્ર કેસના મુખ્ય આરોપી સસરા અને નણંદને કસ્ટડીમાં લીધા છે.
ઘટના અંગે માહિતી આપતા પીઆઈ વી.યુ.ગડરિયાએ જણાવ્યું કે, મૂળ યુપીના એટાહના અને હાલ પુના કુંભારિયામાં રહેતા અનુજ સોહનસિંગ યાદવે 8 જાન્યુઆરી 2021ના રોજ પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે મોર્નિંગ વોક દરમિયાન અજાણ્યા વાહનચાલકે તેની પત્નીને ટક્કર મારી અને તેનું મોત નીપજ્યું છે. જે બાદ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી અને જાણવા મળ્યું કે અનુજની પત્નીની હત્યા કરવામાં આવી છે અને તે પણ તેના જ સાસરિયાઓએ જ કરી છે.
તપાસમાં સામે આવ્યું છે કે શાલિનીના નામે સાસરિયાઓએ લીધેલી ટ્રકની લોન ચૂકવવી પડે અને શાલિનીના નામે લીધેલા વીમાની રકમ પણ મળી રહે તે માટે તેણીની હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જેના કારણે અનુજે નઇમની મદદથી શાલિનીને ટ્રકમાંથી ઉડાવી દીધી હતી. જે બાદ પોલીસને આ હત્યાને અકસ્માત બતાવવા ખોટી વાસ્તવિકતા સંભળાવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે શાલિનીની હત્યાની યોજના તેના પતિ અનુજ, સસરા સોહનસિંગ અને નણંદ નીરુ દ્વારા બનાવવામાં આવી હતી. અનુજને પહેલેથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જેના એક વર્ષ બાદ પોલીસે અનુજના પિતા અને તેની બહેનને અલીગઢ જઈને કસ્ટડીમાં લીધા હતા.