વલસાડમાં ખાદ્ય સુરક્ષા ટીમના દરોડા, ભેળસેળ કરનારાઓમાં ફફડાટ!
વલસાડ જિલ્લામાં ખાદ્ય સુરક્ષા નિયમન તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લામાં ખાદ્ય સુરક્ષા નિયમન તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાદ્ય સુરક્ષા ટીમ દ્વારા ત્યાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે ૬૪ જેટલા સેમ્પલ લેવામા આવ્યા હતાં.

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નમુનાઓની ચકાસણી કરતા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના નિયમો અને રેગ્યુલેશન અનુસાર કુલ ૩૦ નમુનાઓમાં ગેરરીતિ સામે આવી હતી. ખાદ્ય સુરક્ષાની ટીમે તપાસ દરમિયાન ગાયના ઘી પ્લાસ્ટિક જારમાં વેચાણ કરતા બે વેપારીઓને ખોટી બ્રાંડ અને સ્ટાન્ડર્ડ વગર વેચાણ કરતા નોટિસ આપી હતી.
ખાદ્ય સુરક્ષા નિયમન તંત્ર દ્વારા ગુણવતા ધરાવતા ન હોય તેવા વેપારીને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ કારણે ભેળસેળ કરતાં વેપારી તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હલકી ગુણવત્તાના ખાદ્ય પદાર્થોનું વિતરણ કરતાં કે આ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી તગડો નફો રળતાં વેપારી કે દુકાનદારો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં હોય છે. તાજેતરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રોગચાળો વકર્યો છે. ત્યારે, આ ભેળસેળની ખાદ્ય ખોરાકીના કારણે રોગચાળો વકરે નહીં તે માટે ફૂડ સેફ્ટી તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે.












Click it and Unblock the Notifications
