For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

|
Google Oneindia Gujarati News

સુરતમાં સાયકોએ એક તરફા પ્રેમમાં નિર્દોષ છોકરીની હત્યા કરી હતી, ત્યારે ગ્રીષ્મા પટેલની અંતિમ યાત્રામાં સેંકડો લોકો જોડાયા હતા. ગ્રીષ્માના પરિજનોની સાથે જ સુરત શહેરના અન્ય નાગરિકો પણ ગ્રીષ્માની અંતિમ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર શહેરમાં અત્યારે શોકનો માહોલ છવાયેલો છે. ગ્રીષ્માના ઘરેથી અંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા છે.

grishma patel

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી તેઓ આજે સુરત પહોંચી ગયા છે, તે બાદ ગ્રીષ્માની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં સેંકડો લોકો પણ જોડાયા છે. શહેરમાં બનેલી આ ઘટનાને લઈ ઠેર-ઠેર રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાંથી લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માને ન્યાય અપાવવાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે આરોપીએ એક તરફા પ્રેમમાં પગાલ થઈ નિર્દોષ છોકરીનું ગળું કાપી મૂક્યું હતું, છેલ્લા ઘણા સમયથી તે છોકરીની પજવણી કરતો હોવાની પણ ફરિયાદ મળી હતી. ગ્રીષ્માની હત્યા કર્યા બાદ આરોપીએ પણ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, જો કે હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. સારવાર થઈ ગયા બાદ આરોપી પર કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાંથી આરોપીને આકરામાં આકરી સજા આપવાની માંગ ઉઠી રહી છે.

હત્યારો ફેનિલ અગાઉ પણ પોલીસના ચોપડે નોંધાઈ ચૂક્યો છે. ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતો ફેનિલ પટેલ કપલ બોક્સ ચલાવવાની સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરતો હતો. કોલેજમાં હથિયારો સાથે લઈ જતો અને કોલેજ કેમ્પસમાં પણ દાદાગીરી કરતો હોવાની માહિતી મળી છે. એપ્રિલ 2020માં એક ગાડીની ચોરી થઈ હતી તેમાં પણ ફેનિલનું નામ બહાર આવ્યું હતું. પહેલેથી જ ગુન્હાના રસ્તે ચાલી રહેલા ફેનિલને જો કોઈએ સમયસર ટોક્યો હોત તો આજે કોકની દીકરીનો જીવ ના ગયો હોત.

English summary
grishma vekariya funeral, hundreds of people joined in last tour of grishma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X