For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: સુરતના કઠોર ગામમાં દુષિત પાણીના કારણે 6 લોકોના મોત

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરેક વીતેલા દિવસની સાથે પરિસ્થિતિ સુધરતી હોય તેવું લાગે છે. પરંતુ આ રાહતના સમાચારની વચ્ચે સુરતમાં એક ગામમાં ગભરાઈને જીવન જીવવાની ફરજ પડે છે. ત્યાં બે

|
Google Oneindia Gujarati News

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દરેક વીતેલા દિવસની સાથે પરિસ્થિતિ સુધરતી હોય તેવું લાગે છે. પરંતુ આ રાહતના સમાચારની વચ્ચે સુરતમાં એક ગામમાં ગભરાઈને જીવન જીવવાની ફરજ પડે છે. ત્યાં બે દિવસમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. હવે આ મોત કોરોનાને કારણે થયા નથી, પરંતુ ગંદા પાણીને આનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઘટના સુરતના કઠોર ગામની છે જ્યાં લોકો ખૂબ ડરી ગયા છે.

Surat

થોડા દિવસો અગાઉ સુરતનું કઠોર ગામને શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ હતું, આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પાયાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. પરંતુ એવો દાવો કરવામાં આવ્યો છે કે પાણીની લાઇનમાં લીકેજ થયા પછી દૂષિત પાણી ઘણા લોકોના ઘરે પહોંચ્યું અને તેનો વપરાશ કર્યા પછી તબિયત બગડવાની શરૂ થઈ. લોકો વારંવાર ઉલટી અને ઝાડા થવાની ફરિયાદ કરવા લાગ્યા. આ સાથે ગમમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો અને 50 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કથળતી પરિસ્થિતિ જોઈને સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બેન વોઘાવાલા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લોકો સાથે વાતચીત કરી હતી. માંગ મુજબ તેમની તરફથી એવી ઘોષણા કરવામાં આવી હતી કે મેયરના ભંડોળમાંથી મૃતકના સગાઓને એક લાખ રૂપિયા આપવામાં આવશે, જ્યારે બીમાર લોકોનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉઠાવશે. પાણીની ગુણવત્તા ઉપર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં લોકોના ઘરે પહોંચાતા પાણીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે, જ્યારે લોકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધા ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા કલોરિનની દવાનું વિતરણ પણ શરૂ કરાયું છે.
લોકોને હવે જે સહાય આપવામાં આવી રહી છે, જો તે અગાઉ મળી હોત અને પાણીની ગુણવત્તા નિયમિત રીતે તપાસવામાં આવી હોત તો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો ન હોત અને વહીવટી તંત્ર પર આ રીતે પ્રશ્ન કરવાનો મોકો મળ્યો ન હોત.

English summary
Gujarat: 6 people die due to contaminated water in a Kathor village of Surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X