For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં કેમિકલ ભરેલુ ટેન્કર લીક થતા 6ના મોત, 23થી વધુ લોકો ગૂંગળાયા

સુરતમાં કેમિકલ ભરેલુ ટેન્કર લીક થતા 6 લોકોના મોત નીપજ્યા છે

|
Google Oneindia Gujarati News

સુરતઃ સચિન GIDC રોડની બાજુમાં પાર્ક કરેલ કેમિકલ ભરેલુ ટેન્કર લીક થતા 6 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 23થી વધુ લોકો ગેસથી ગૂંગળાઈ ગયા છે. જીઆઈડીસીમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો આ દૂર્ઘટનામાં અસરગ્રસ્ત થયાછે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ દોડતુ થઈ ગયુ છે. હાલમાં તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

gas leak

બનાવની વિગત એવી છે કે જીઆઈડીસી રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલ કેમિકલ ટેન્કરની નજીક મજૂરો સૂતા હતા ત્યારે અચાનક ટેન્કરની ડ્રેનેજ પાઈપ લીક થતા ગેસ ફેલાઈ ગય હતો જેના કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગલો પર તેની અસર થઈ હતી. તમામ મજૂર અને મિલ કારીગરોને આજુબાજુની હૉસ્પિટલો અને સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ઘટના વહેલી સવારે 4 વાગ્યાની છે. ઘટના સ્થળે અનેક દર્દીઓ ગુંગળાયેલી હાલતમાં હોવાથી લગભગ 10 એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. 29 અસરગ્રસ્ત દર્દીઓને ઑક્સિજન સહિતના સારવાર માટે સિવિલ લઈ જવામાં આવ્યા હતા. સુરત સિવિલના ડૉક્ટરના જણાવ્યા મુજબ સવારે 5 વાગ્યા આસપાસ દૂર્ઘટનાનો ફોન આવ્યો હતો. 20 દર્દીઓને સારવાર માટે એમ્બ્યુલન્સ દ્વારા લાવવામાં આવ્યા હતા. જેમાંથી 5 દર્દીઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

એકકામદારે જણાવ્યુ કે અમે કામ કરતા હતા એ દરમિયાન અચાનક કંઈક સ્મેલ આવી અને એક પછી એક લોકો પડવા લાગ્યા. આ ઘટના બનતા દોડાદાડ મચી ગઈ. કેમિકલ ટેન્કરમાં આગ લાગી હતી અને તેમાંથી ધૂમાડો નીકળતો હતો. લોકોને બહાર લઈ જવામાં આવી રહ્યા હતા.

English summary
Gujarat: Six people died and 20 others were admitted to the civil hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X