• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્નની લાલચ આપી 5 મહિના સુધી મહિલાનું શારિરીક શોષણ કર્યુ, પોલીસે બળાત્કારનો ગુનો નોધ્યો!

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરતના ગોડાદરા વિસ્તારમાં છૂટાછેડા લીધેલી યુવતીને તેની સાથે કામ કરતા એન્જિનિયર યુવકે લગ્નનું વચન આપી શારીરિક શોષણ કર્યું હતું અને પછી તેને છોડી દીધી હતી. જેની ફરિયાદના આધારે પોલીસે આરોપી એન્જિનિયરને કસ્ટડીમાં લીધો હતો.

મળતી વિગત મુજબ ગોડાદરામાં રહેતી 32 વર્ષીય પીડિત મહિલા સચિન જીઆઈડીસીમાં રહે છે. તેને વર્ષ 2007માં લગ્ન કર્યા હતા, જોકે પારિવારિક વિવાદને કારણે ત્રણ મહિનામાં જ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારથી તે તેના મામાના ઘરે રહે છે. સચિન જીઆઈડીસીમાં નોકરી કરતી વખતે તેની મુલાકાત કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા આરોપી સાથે થઈ હતી.

બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને આરોપી તેને લગ્ન કરવાની લાલચ આપવા લાગ્યો. ગીતાએ તેને તેના પહેલા લગ્ન વિશે પણ જણાવ્યું, જેના પર આરોપીને કોઈ વાંધો નહોતો. લગ્નની લાલચ આપીને હવે તે તેના ઘરે આવવા લાગ્યો અને તેની સાથે શારિરીક સંબંધ બાંધવા લાગ્યો. આરોપીએ લગભગ પાંચ મહિના સુધી પીડિતાનું શોષણ કર્યું.

જ્યારે મહિલાએ લગ્નની વાત કરી તો તેણે તેની સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આરોપીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ નથી. એટલું જ નહીં, આરોપીએ પીડિતાને નોકરીમાંથી પણ કઢાવી મુકી. જેના કારણે પીડિતાએ પોલીસમાં કેસ નોંધાવ્યો હતો. મામલાની ગંભીરતા જોઈને પોલીસે પણ ત્વરિત કાર્યવાહી કરી અને સમગ્ર મામલામાં ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લઈ બળાત્કારનો ગુનો નોંધ્યો હતો.

English summary
He lured her into marriage and physically abused her for 5 months
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X