ગુજરાતઃ સુરતમાં મનીષ સિસોદિયાના રોડ શોમાં ઉમટ્યો જનસૈલાબ, કહ્યુ - દિલ્લી મૉડલ કરશે લાગુ
સુરતઃ દિલ્લીની સત્તા પર બેઠેલ આમ આદમી પાર્ટી હાલમાં પોતાના વિસ્તાર પર વધુ ધ્યાન આપી રહી છે. આ માટે પાર્ટી યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગુજરાત અને દિલ્લીમાં જોરદાર પ્રચાર કરી રહી છે. રવિવારે દિલ્લીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ગુજરાત પહોંચ્યા જ્યાં તેમણે સુરતમાં એક રોડ શો કર્યો. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સ્થાનિક નગર નિગમની ચૂંટણીને જોતા આમ આદમી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતા અહીં ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. મનીષ સિસોદિયાના રોડ શોમાં જનસૈલાબ જોવા મળ્યો.
ગુજરાતમાં પણ લાગુ કરશે દિલ્લી મૉડલઃ સિસોદિયા
આ દરમિયાન મનીષ સિસોદિયાએ સુરતની જનતા સામે દિલ્લીમાં કેજરીવાલ મૉડલની ચર્ચા કરી. મનીષ સિસોદિયાએ કહ્યુ કે પાંચ વર્ષમાં દિલ્લીમાં આપની સરકારે પાણી અને વીજળીના બિલ માફ કર્યા. સ્કૂલોના સ્તરને સુધારી દીધુ. તો ગુજરાતમાં જનતાને પાણી વિજળીના બિલોની માર અને સ્કૂલ ફીનો વધારો કેમ સહન કરવો પડી રહ્યો છે. સિસોદિયાએ ગુજરાતમાં દિલ્લીના શિક્ષણ મૉડલને લાગુ કરવાનો દાવો કરીને કહ્યુ કે ગુજરાતમાં જે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બની જશે જનતા પર પાણી તેમજ વિજળીના બિલોની માર બંધ થઈ જશે. ગરીબ તેમજ આમ આદમીના બાળકોને ઉચ્ચ સ્તરનુ શિક્ષણ મળશે તથા સ્કૂલોની દશામાં સુધારો થશે.
ડેટા લીક પર સુપ્રીમ કોર્ટની કડકાઈ, ફેસબુક-વૉટ્સએપને નોટિસ