JEE Advanced Result 2020: સુરતનો અનમોલ શરાફ ટૉપ 100માં, 10માંથી શરૂ કરી હતી તૈયારી
સુરતઃ જેઈઈ એડવાન્સ 2020નુ પરિણામ આવી ચૂક્યુ છે. આ વખતે પરીક્ષામાં આખા દેશમાંથી કુલ 43,204 છાત્રોએ ક્વૉલિફાઈ કર્યુ છે. જેમાંથી આઈઆઈટી બૉમ્બે જોનના ચિરાગ ફેલોરે કૉમન રેન્ક લિસ્ટ(CRL)માં ટૉપ કર્યુ છે. તેણે 396માંથી 352 ગુણ મેળવ્યા છે. વળી, આઈઆઈટી રૂડકી ઝોનની કનિષ્કા મિત્તલે સીઆરએલ-17 સાથે મહિલા ટૉપર છે. તેણે 396માંથી 315 ગુણ મેળવ્યા છે.

હું 3 વર્ષ સોશિયલ મીડિયાથી દૂર રહ્યો
ટૉપ 100માં રેન્ક મેળવનાર સુરતના અનમોલ શરાફનુ કહેવુ છે કે મે 10માંથી જ જેઈઈની તૈયારી શરી કરી દીધી હતી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ બંધ કરી દીધો હતો. હું 3 વર્ષ સોશિયલ મીડિયાથી દૂર રહ્યો. જે લોકો આ કરવા માંગે છે તે એ સમજે કે જેઈઈ મેઈનની તૈયારી કરવાના બદલે કૉન્સેપ્ટ પર વધુ ધ્યાન આપવાનુ હોય છે. હું એક કૉન્સેપ્ટ વાંચ્યા બાદ તેનુ વેરિએશન કરતો, વેલ્યુ એડીશન કરતો હતો.

લૉકડાઉનમાં 500થી વધુ પેપર સોલ્વ કર્યા
અનમોલે કહ્યુ, 'જ્યારે હું પલંગ કે સોફા પર ફ્રી બેઠો હોય ત્યારે આ વિશે વિચારવામાં લાગી જતો. આનાથી ઘણો ફાયદો થયો. રમતગમતની વાત કરુ તો મને ટેબલ ટેનિસ ગમે છે અને હું ક્રિકેટ પણ રમતો હતો. જ્યારે જેઈઈ એડવાન્સ-2020ની પરીક્ષાઓ થઈ ત્યારે સારી તૈયારી હતી. કોરોના લૉકડાઉનમાં પેપર-1 અને 2 મળીને 500થી વધુ પેપર સોલ્વ કર્યા હતા.'

આઈઆઈટી બૉમ્બેમાં ભણવાની ઈચ્છા
અનોમલ શરાફે જણાવ્યુ કે આગળનો અભ્યાસ આઈઆઈટી બૉમ્બેથી કરવાની ઈચ્છા છે. જે ચિરાગ ઑલ ઈન્ડિયા ટૉપર આવ્યા છે તે પણ આઈઆઈટી બૉમ્બેથી છે. એમે ટૉપ 100ની યાદીમાં જગ્યા મેળવવામાં સફળ રહ્યા છે. વળી, 317મો રેન્ક મેળવાર આદર્શ દૂબેએ કહ્યુ કે મે મારા અભ્યાસ માટે સ્પોર્ટ્સ છોડી દીધુ હતુ. સ્કૂલમાં જે રોજ ભણાવવામાં આવતુ હતુ તેને રિવાઈઝ કરીને 10થી 12 કલાક વાંચતો હતો. બધા વિષયોને એકસાથે નહોતો વાંચતો પરંતુ એક-એક કરીને વાંચતો.
હાથરસ કેસ દિલ્લી ટ્રાન્સફર કરવાની માંગ, SCમાં આજે સુનાવણી