ઓવર સ્પીડિંગ અને મોબાઈલ પર વાત કરતા પકડાયા તો લાયસન્સ રદ
સુરતઃ સુરતમાં હવેથી ઓવરસ્પીડિંગ અને મોબાઈલ પર વાત કરતા પકડાશો તો 3 મહિના માટે લાયસન્સ રદ કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો તમે રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરતા પકડાશો કે ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતા પકડાયા તો 3 મહિના સુધી ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ સિવાય બીજી વાર ઈ-મેમો મળશે તો પણ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ થશે. મંગળવારે પોલિસ કમિશ્નરની અધ્યક્ષતામાં મળેલી રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક સીપી કચેરીમાં યોજાઈ હતી. વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ ઈ-મેમો મેળવનારનુ પણ ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરાશે.
બ્લેક સ્પોટ, જીવલેણ અકસ્માત, દંડ, ઈ-મેમો જેવા ડેટા બેઝના અભ્યાસના આધારે ટ્રાફિક નિયમોને વધુ અસરકારક બનાવાશે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ગત વર્ષે ગંભીર અકસ્માતોમાં કુલ 282 લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે આ વર્ષે 141 વાહનચાલકોએ જીવ ગુમાવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં અકસ્માતમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. કોરોના મહામારીમાં અમલી થયેલા લૉકડાઉનના કારણે અકસ્માતોનુ પ્રમાણ ઘટ્યુ છે. એક જ પ્રકારના નિયમ ઉલ્લંઘનમાં બીજી વાર ઈ-મેમો મેળવશો તો દંડ થશે. રોડ સેફ્ટીની બેઠકમાં લેવાયેલ આ નિર્ણયનો કડકાઈથી અમલ કરવામાં આવશે. જો કે સામાન્ય દિવસોમાં પણ 100થી વધુ લોકોના લાયસન્સ નિયમ ઉલ્લંઘન બદલ રદ કરવામાં આવે છે.
New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો
સુરત પોલિસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યુ કે સુરત શહેરની વસ્તી અને તેમાં 35 લાખથી વધુ વાહનો આજે છે. ટ્રાફિક નિયમોના ભંગથી બધા નાગરિકો હેરાન થાય છે. પોલિસના અનેકવિધ પ્રયાસો છતાં અમુક લોકો રોંગ સાઈડમાં ગાડી ચલાવે છે, ચાલુ વાહનમાં વાત કરતા જાય છે. આના માટે ઈ-મેમો આપવામાં આવે છે. બીજી વાર ઈ-મેમો મળશે તો લાયસન્સ રદ કરવામાં આવશે. હવેથી રોંગ સાઈડમાં વાહન ચલાવવુ અને ચાલુ વાહને ફોન પર વાત કરવાને ગંભીર ગુનો ગણી લાયસન્સ રદ કરવામાં આવશે.
ભરૂચ ફ્લેશબેક 2020: જાણો ભરૂચ માટે કેવુ રહ્યુ 2020નુ વર્ષ