For Daily Alerts

સુરતના લિંબાયતમાં લગ્ન મંડપમાં યુવકની હત્યા, ગેંગવોરની આશંકા!
સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો મામલો સામે આવ્યો છે. લિંબાયતમાં મન્સૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુર્ગીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. સલમાન 2018માં હત્યાના કેસમાં આરોપી હોવાના કારણે જેલમાં હતો. જો કે, જામીન પર છૂટેલા યુવકનું મોત થતાં પોલીસ કાફલો ગુરુવારે રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના લિંબાયતમાં મન્સૂરી હોલ પાસે આ હત્યા કરવામાં આવી હતી. રાત્રીના સમયે બનેલી આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. મૃતક સલામાન અને તેના મિત્રોએ અગાઉ 2018માં લિંબાયતમાં ગુફરાન મન્સૂરી નામના યુવકની હત્યા કરી હતી. સલમાનને જામીન પર છોડવામાં આવ્યો હતો. જો કે ગુફરાન મન્સૂરીની હત્યાનો બદલો લેવા માટે તેના ખાસ મિત્ર જુનૈદે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને સલમાનની હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક સલમાનને માથાના પાછળના ભાગે, બંને હાથ પર, ખભાના પાછળના ભાગે અને પેટના મધ્ય ભાગમાં છરી વડે ઘા કરવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતા. લિંબાયતમાં રાત્રે આ ઘટના બની હતી. લિંબાયત પોલીસે મૃતક સલમાનના પિતાની ફરિયાદ બાદ આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Comments
English summary
Murder of a young man at a wedding in Surat's Limbayat, suspicion of gangwar!
Story first published: Friday, June 10, 2022, 21:39 [IST]