સુરતમાં વરસાદે 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો, વાપસીના દિવસોમાં પણ વરસાદના ખાબક્યો
સુરતઃ આ વર્ષે ગુજરાતમાં ધોધમાર વરસાદ થયો. જે કારણે જ કેટલાય જિલ્લાના ખેડૂતોનો પાક પણ બરબાદ થઈ ગયો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો, વરસાદે અહીં 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. હવામાન વિભાગ પાસેથી મળેલી જાણકારી મુજબ અહીં આ ચોમાસુ સીઝનમાં 2165.4 મિમી વરસાદ થઈ ચૂક્યો છે. અગાઉ 2013માં 2158.9 મિમી વરસાદ નોંધાયો હતો. આશ્ચર્યની વાત એ છે કે દેશભરથી મૉનસૂનની વાપસી થઈ રહી છે, એવા સમયમાં પણ સુરત સહિત કેટલાય જિલ્લામાં ઝરમર વરસાદ થઈ રહ્યો છે.
2165.4 મિમી વરસાદ થઈ ચૂક્યો
સુરત જિલ્લામાં વરસાદનો માહોલ બન્યો છે. ગત 24 કલાકમાં શહેરમાં પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો. શનિવારથી ફરી એકવાર ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. મંગળવારે રાતે 8 વાગ્યાથી બુધવારે રાતે 8 વાગ્યા સુધી જિલ્લામાં ધોધમાર વરસાદ થયો. જિલ્લામાં સૌથી વધુ કામરેજ તાલુકામાં 6 ઈંચ અને શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ થયો. જ્યારે માંગરોળમાં સાઢા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે.
બુધવારે મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્શિયસ, ન્યૂનતમ તાપમાન 24.5 ડિગ્રી સેલ્સિયસ, આદ્રતા પ્રમાણ 98 ટકા અને પવનની ગતિ સાઉથ વેસ્ટથી 3 કિમી પ્તિ કલાક નોંધાઈ છે.
વાપસીના દિવસોમાં પણ દોઢ ઈંચ વરસાદ
સુરતના સેન્ટ્ર ઝોનમાં એક ઈંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત સૌથી વધુ વરસાદ ઉધના ઝોનમાં 37 મિમી નોંધાયો છે. વરાછા-એમાં 26, વરાછા બીમાં 8, રાંદેરમાં 10, કતારગામમાં 30, લિંબાયતમાં 3 અને અઠવા ઝોનમાં 12 મિમી વરસાદ થયો. હવે વાપસીના દિવસોમાં પણ ચોમાસું ઉધનામાં દોઢ ઈંચ વરસાદ થયો તો સામાન્ય દિવોસમાં સુરતમાં કેટલો વરસાદ થયો હશે તેનો તમે અંદાજો લગાવી શકો છો.