દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડતા સુરતમાં ગરમીમાંથી રાહત
સુરત : બુધવારના રોજ પડેલા ભારે વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો થતાં સુરતવાસીઓને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આગામી બે દિવસમાં રાજ્યના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પૂર નિયંત્રણ વિભાગના જણાવ્યા મુજબ સવારે 6થી રાત્રે 8 કલાક દરમિયાન સુરત શહેરમાં 53 મીમી, બારડોલી 85 મીમી, મહુવા 63 મીમી, પલસાણા 60 મીમી, કામરેજ 87 મીમી, માંડવી 25 મીમી, ઓલપાડ 30 મીમી, માંગરોળ 37 મીમી, ઉમરપાડા 23 મીમી અને ચોર્યાસી 20 મીમી વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની સપાટી 325.34 ફૂટ હતી, જ્યારે વલસાડ જિલ્લામાં મધુબન ડેમ 75.15 ફૂટ, નવસારી જિલ્લામાં જુજ ડેમ 161.85 ફૂટ અને કેલિયા ડેમ 109.10 ફૂટ હતો.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને DNHના જિલ્લાઓમાં ગુરુવારના રોજ મધ્યમથી ભારે વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ પંચમહાલ, દાહોદ અને મહિસાગર મધ્યમ વરસાદ પડશે.
નસવારી શહેરમાં 16 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના અન્ય તાલુકાઓમાં 5 મીમીથી ઓછો વરસાદ થયો છે. ડાંગ જિલ્લામાં વાંસદામાં 24 મીમી, આહવા 66 મીમી, સાપુતારા 48 મીમી, વઘઈ 43 મીમી અને સુબીર 18 મીમી વરસાદ નોંધાયો છે.



Click it and Unblock the Notifications

