India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં સિનિયર ડોક્ટરોએ જુનિયર ડોક્ટરને દોડવાની સજા ફટકારી, વીડિયો વાયરલ!

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સુરતની સરકારી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ હોસ્પિટલના ઓર્થોપેડિક્સ વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ એક જુનિયર રેસિડેન્ટ ડોક્ટરને પ્રતાડિત કર્યા હોવાનો આરોપ લાગ્યો છે. સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોએ જુનિયર રેસિડેન્ટ ડોક્ટરને હોસ્પિટલમાં કોઈ મુદ્દે દોડતા રહેવાની સજા કરી હતી. આ પછી હોસ્પિટલમાં દોડી રહેલા જુનિયર ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. આ બાબત મેડિકલ કોલેજના ડીનના ધ્યાન પર આવતાં તેમણે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ હોસ્પિટલના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સિનિયર ડૉક્ટરો બેન્ચ પર બેઠા છે જ્યારે જુનિયર ડૉક્ટર તેમની સામે ઊભા છે. સિનિયર ડૉક્ટરો જુનિયર રેસિડેન્ટ ડૉક્ટર સાથે કોઈ વાતને લઈને દલીલ કરતા જોવા મળે છે અને પછી સિનિયર ડૉક્ટરો જુનિયર રેસિડેન્ટ ડૉક્ટરને દોડવાનું કહે છે. આના પર સિનિયર ડોક્ટરોના આદેશ બાદ જુનિયર રેસિડેન્ટ ડોક્ટર હોસ્પિટલમાં જ દોડવા લાગે છે. વીડિયોમાં હોસ્પિટલમાં સારવાર માટે આવતા લોકો અને તેમના સંબંધીઓ પણ આવતા-જતા જોવા મળી રહ્યા છે.

મીડિયાને માહિતી આપતાં મેડિકલ કોલેજના ડીન ડૉ. દીપક હોવલેએ જણાવ્યું કે, જુનિયર ડૉક્ટરને સિનિયર ડૉક્ટર દ્વારા દોડાવાની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તેમના કહેવા મુજબ દોડતા ડોક્ટરને બોલાવવામાં આવ્યા છે અને જેમના પર દોડાવાનો આરોપ છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે. પરંતુ દોડતા ડોક્ટરે લેખિતમાં કોઈ ફરિયાદ કરી નથી છતાં તમામને બોલાવવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવશે.

English summary
Senior doctors in Surat punish junior doctor for running, video goes viral!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X