For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ કોવિડ સેન્ટરના 9માં માળેથી કૂદી કોરોના દર્દીએ આપી દીધો જીવ

એક કોરોના દર્દીએ વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત સમરસ કોવિડ કેર સેન્ટરના 9માં માળેથી કૂદીને જીવ આપી દીધો.

|
Google Oneindia Gujarati News

સુરતઃ એક કોરોના દર્દીએ વીર નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત સમરસ કોવિડ કેર સેન્ટરના 9માં માળેથી કૂદીને જીવ આપી દીધો. મરતા પહેલા તેને દોસ્તને ફોન પર કહ્યુ હતુ - મને અહીં ગમતુ નથી. ગભરામણ થાય છે. મારે અહીંથી ભાગી જવુ છે. તેના દોસ્તે જણાવ્યુ કે તે એકલવાયુ અનુભવતો હતો. તેણે બુધવારે સવારે સેન્ટરમાંથી ભાગવાની પણ કોશિશ કરી હતી પરંતુ ત્યારે સિક્યોરિટી ગાર્ડે તેને પાછો મોકલી દીધો હતો. તેના અમુક કલાકો પછી મોકો જોઈને તેણે બાથરૂમની બારીમાંથી છલાંગ મારી દીધી જેના કારણે તેનુ મોત થઈ ગયુ.

covid centre

ડૉક્ટરોએ જણાવ્યુ કે મૃતકનુ નામ શિવદયાળ પુરલાલ લીલય(35) હતુ. તે કોરોનાથી ગ્રસ્ત હતો માટે સમરસ કોવિડ કેર સેન્ટરમાં લાવવામાં આવ્યો હતો. આ કોવિડ સેન્ટરના 9માં માળના બાથરૂમના વેન્ટીલેશનની બારીમાંથી તે સુસાઈડ કરવા માટે નીચે કૂદ્યો. નીચે પડતા જ તેનો જીવ જતો રહ્યો. તે ગઈ 28 સપ્ટેમ્બરે કોરોના પૉઝિટીવ મળ્યો હતો જે બાદ ઈલાજ માટે તેને કોવિડ કેર સેન્ટર પહોંચાડવામાં આવ્યો હતો.

જાણવા મળ્યુ છે કે શિવદયાળ પુરલાલ પૂણા કુંભારિયા રોડ સ્થિત સરદાર માર્કેટ પાસે શ્રીનાથ ટ્રાવેલ્સની ઑફિસમાં બસોમાં પાર્સલ ચડાવવાનુ કામ કરતો હતો. તેના દોસ્તે પણ એ જ જણાવ્યુ છે કે તે શ્રીનાથ ટ્રાવેલ્સની ઑફિસમાં કામ કરતો હતો. કદાચ ફરજ દરમિયાન જ તે કોરોનાની ચપેટમાં આવ્યો હતો.

ભૂમિ પેડનેકરે રણવીર સિંહને કંઈક એવુ કહી દીધુ જેના લીધે...ભૂમિ પેડનેકરે રણવીર સિંહને કંઈક એવુ કહી દીધુ જેના લીધે...

English summary
Surat: A Covid-19 patient jumps-off from 9th floor of covid care Centre, dies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X