4 દોસ્તો સાથે મળીને સગીરા પર કર્યો રેપ પછી હત્યા, 11 વર્ષ પછી ભોપાલથી પકડાયો
સુરતઃ ક્રાઈમ બ્રાંચની ટીમે એક હત્યારા બળાત્કારીને મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ જઈને પકડ્યો છે. ક્રાઈમ બ્રાંચના અધિકારીએ જણાવ્યુ કે આ કાર્યવાહી ભોપાલના ભદભદો રોડ, રંગ મહલ ટૉકીઝ પાસે થઈ જ્યાંથી રમેશ ઉર્ફે ગોલિયો પુત્ર બાબુભાઈ બાગડાની ધરપકડ કરવામાં આવી છે. તેણે વર્ષ 2009માં ગુજરાતના ભરથાણા ગામથી 16 વર્ષની સગીર બાળકીનુ અપહરણ કરીને દુષ્કર્મ કર્યુ હતુ.
સગીર બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ રમેશ ઉર્ફે ગોળિયોએ તેની હત્યા કરી દીધી હતી. આ કુકૃત્યમાં તેણે પોતાના ચાર દોસ્તોની મદદ લીધી હતી. ઘટનાની તપાસ દરમિયાન પોલિસે ત્રણ આરોપીઓની તો ધરપકડ કરી લીધી હતી જ્યારે રમેશ સુરતથી ભાગી ગયો હતો. ક્રાઈમ બ્રાંચના અધિકારીનુ કહેવુ છે કે વર્ષ 2009માં અંજામ આપવામાં આવેલી ઘટના બાદ તેને 11 વર્ષ બાદ પકડવામાં આવ્યો છે. તેણે પોતાના ચાર દોસ્તો સાથે મળીને સગીરા પર રેપ કર્યો હતો.
3 વર્ષના બાળક સાથે કુકર્મ
સુરતથી જ વધુ એક કેસ સામે આવ્યો છે. અહીં સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ત્રણ વર્ષના બાળક સાથે તેની પડોશમાં રહેતા વ્યક્તિએ કુકર્મ કર્યુ. તે બાળકને બિસ્કિટની લાલચ આપીને પોતાની સાથે રૂમમાં લઈ ગયો, ત્યાં તેનુ મોઢુ દબાવીને તેની સાથે કુકર્મ કર્યુ. બાદમાં પ્રાથમિક તપાસમાં બાળકના પ્રાઈવેટ પાર્ટમાંથી સૂકાયેલી લોહી મળ્યુ. બાદમાં સમગ્ર મામલો પોલિસ પાસે પહોંચ્યો. પોલિસે આરોપીની ધરપકડ કરી.
LACમાં ચીનના નાપાક મનસૂબા પર ભારતીય સેનાએ ફેરવ્યુ પાણી