For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્ની બાળકોને લઈને અલગ જતી રહી તો હીરા શ્રમિકે તાપીમાં ઝંપલાવ્યુ

પત્ની બાળકોને લઈને અલગ જતી રહી તો હીરા શ્રમિકે સુરતની તાપી નદીમાં ઝંપલાવ્યુ.

|
Google Oneindia Gujarati News

સુરતઃ એક હીરા શ્રમિકનો પોતાની પત્ની સાથે ઝઘડો થઈ ગયો હતો. પત્ની બાળકોને લઈને તેનાથી અલગ રહેવા જતી રહી. આના કારણે તણાવમાં આવેલા હીરા શ્રમિકે પોતાનો જીવ દેવાનુ નક્કી કરી લીધુ. ગુરુવારે બપોરે તે સવજી કોરાટ બ્રિજ પહોંચ્યો અને તાપી નદીમાં કૂદી ગયો. જો કે ત્યારે બ્રિજ નીચે પહેલેથી જ અમુક લોકો હાજર હતા. તેમણે આ શ્રમિકને આત્મહત્યા કરતો જોયો તો તેને બચાવવા માટે પાણીમાં કૂદી પડ્યા. તેમણે તેને પાણીમાંથી બહાર કાઢ્યો. આ તરફ સૂચના મળવા પર ફાયર બ્રગેડની ટીમપણ પહોંચી ગઈ. બાદમાં તેને 108 એમ્બ્યુલન્સથી સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

tapi

આ ઘટના ગુજરાતના સુરત શહેરથી અમુક કિલોમીટર દૂરની છે. નદીમાં કૂદનાર હીરા શ્રમિકનુ નામ સંદીપ છે. તે વરાછામાં અશ્વિની કુમાર રોડ પર રાણા પંચની વાડીમાં રહે છે. તેના પિતાનુ નામ દિગંબર પાટિલ છે. જણાવવામાં આવે છે કે સંદીપ અને તેની પત્નીમાં ઘરે વિવાદ થઈ ગયો હતો. પત્ની રિસાઈને પિયર અલગ રહેવા જતી રહી. તે બાળકોને પણ સાથે લઈ ગઈ. આનાથી સંદીપ ખૂબ પરેશાન થયો અને તેણે આત્મહત્યા કરવાનુ વિચાર્યુ. તેણે તાપી નદીમાં કૂદીને આત્મહત્યા કરવાની કોશિશ કરી.

જો કે નદી પર બ્રિજ પર પહેલેથી જ અમુક સ્થાનિક લોકો હાજર હતા. તેમણે તરત જ યુવકને પાણીમાંથી બહાર કાઢ્યો. બાદમાં તેને અર્ધબેભાન અવસ્થામાં સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ઘટનાની માહિતી મળવા પર સરથાણા પોલિસ પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી ગઈ. જો કે પોલિસે સંદીપના આત્મહત્યા કરવાના પ્રયાસના કારણ વિશે સ્પષ્ટ રીતે કંઈ ન જણાવી શકી. કારણ ઘરેલુ વિવાદ જ જણાવવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના ડૉક્ટર્સના જણાવ્યા મુજબ સંદીપની સ્થિતિ હાલમાં સારી છે.

કોરોના વાયરસના દૈનિક કેસોમાં રાહત, આજે મળ્યા 29398 નવા કેસકોરોના વાયરસના દૈનિક કેસોમાં રાહત, આજે મળ્યા 29398 નવા કેસ

English summary
Surat: Diamond worker jumped into the Tapi river, rescued by locals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X