• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સગાઈ ન તોડવા પર પૂર્વ પ્રેમીએ યુવતીના અશ્લીલ ફોટા વાયરલ કરી દીધા

By Staff
|

સુરતના પુણાગામ વિસ્તારમાં એક યુવતીએ સગાઈ ન તોડવા પર તેના પૂર્વ પ્રેમીએ તેના અશ્લીલ ફોટા વાયરલ કરી યુવતીને બદનામ કરવાની કોશિશ કરી. આ મામલા યુવતીની ફરિયાદ પર પુણાગામ પોલીસે તેના પ્રેમી સહિત બે લોકો સામે મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસ મુજબ અમરેલી જિલ્લાના બારપટેલી ગામ નિવાસી ધનજી હડિયા પોતાના મિત્ર સાથે મળી 27 વર્ષીય યુવતીના અશ્લિલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. પીડિત યુવતી ધનજીની સંબંધી હોવાના કારણે સાત વર્ષ પહેલા તેના સંપર્કમાં આવી હતી.

મિત્રતા થયા બાદથી બંને સાથે ફરવા જતા હતા. બંનેમાં પ્રેમ સંબંધ વિકસી ગયો હતો. તે દરમ્યાન ધનજીએ પીડિતાને જણાવ્યા વિના પોતાના મોબાઈલમાં યુવતીના નગ્ન ફોટા પાડી લીધા હતા. તે પીડિતાને વીડિયો કોલ પણ કરતો હતો. તેણે વીડિયો કોલના સ્ક્રીનશૉટ પણ પોતાની પાસે રાખ્યા હતા.

પરંતુ બાદમાં યુવતી ગામથી સુરત આવી ગઈ અને બંને વચ્ચેનો સંબંધ તૂટવા લાગ્યો. થોડા સમય બાદ યુવતીની અન્ય કોઈ યુવક સાથે સગાઈ થઈ હતી તો ધનજીએ યુવતીના ઘરે આવી તેને સગાઈ તોડવાની ધમકી આપી. યુવતીએ ઈનકાર કરવા પર આરોપીએ મોબાઈલ ફોટોગ્રાફ્સ દેખાડ્યા અને તે વાયરલ કરી દેવાની ધમકી આપી.

દિલ્હીની છોકરી પર પલવલમાં 25 લોકોએ રેપ કર્યો, મુખ્ય આરોપી ફેસબુક ફ્રેન્ડની ધરપકડદિલ્હીની છોકરી પર પલવલમાં 25 લોકોએ રેપ કર્યો, મુખ્ય આરોપી ફેસબુક ફ્રેન્ડની ધરપકડ

યુવતીએ છતાં પણ સગાઈ ન તોડતાં આરોપીએ પોતાના એક સાથી દ્વારા ફોટોગ્રાફ્સ વાયરલ કરાવી દીધા અને પીડિતાના પતિને પણ મોકલી તેને બદાન કરવાની કોશિશ કરી.

English summary
Surat: Ex boy friend viral personal pics of girl for revenge
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X