શું તમે ખાધી છે ક્યારેય સોનાની મિઠાઈ? સુરતમાં વેચાઈ રહી છે 11000 રૂપિયે કિલો
સુરતઃ શું તમે ક્યારેય સોનાવાળી મિઠાઈ ખાધી છે? જો ના તો આજે જાણી લો. ગુજરાતના સુરતમાં આ રીતની મિઠાઈ વેચાઈ રહી છે. આ મિઠાઈને 'સુવર્ણયુક્ત ઘારી' કહેવામાં આવે છે. આ એટલી મોંઘી છે કે જો તમે એક કિલો ખરીદવા માંગતા હોય તો 11 હજાર રૂપિયે કિલો ચૂકવવા પડશે. અત્યારે ચંડી પડવા ઉત્સવ માટે આની ધૂમ ખરીદી થઈ રહી છે.

અહીં વેચાઈ રહી છે 'સુવર્ણયુક્ત ઘારી'
સુરતની ઘારી દુનિયાભરમાં પ્રખ્યાત છે પરંતુ શુદ્ધ સોનાની પરતયુક્ત ઘારી અમુક જ દુકાનોમાં મળી રહી છે. જો કે આ મિઠાઈની ખૂબ જ ડિમાન્ડ છે. સુવર્ણયુક્ત ઘારીને લોકો ચંડી પડવા ઉત્સવ માટે સુરતના જ એક મિઠાઈ વિક્રેતા પાસેથી 11,000 રૂપિયે કિલો લઈ જઈ રહ્યા છે. આ અંગે જણાવતા ભાગલ વિસ્તારના મિઠાઈ વિક્રેતા મોતીરામ સુખડિયાએ જણાવ્યુ કે ચંડી પડવા પર સુવર્ણ ઘારી બનાવી છે. આ મિઠાઈમાં શુદ્ધ સૂકા મેવા અને શુદ્ધ ઘી સાથે ઓછી ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને આકર્ષક બનાવવા માટે ઘારી પર પહેલી વાર શુ્દ્ધ સોનાની પરત પણ ચડાવવામાં આવી છે. અત્યાર સુધી લોકો ચાંદીના વરખવાળી મિઠાઈ જ ખાતા હતા પરંતુ હવે અહીં સોનાના વરખવાળી મિઠાઈ પણ બની રહી છે.

નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય
ગૌરાંગ સુખડિયાના જણાવ્યા મુજબ અમારી દુકાનમાં આમ તો આ મિઠાઈ આખુ વર્ષ વેચાય છે પરંતુ શરદ પૂર્ણિમાના દિવસે તેને ખાવાની મઝા કંઈક અલગ જ છે. લોકો તેને લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. આ ઉપરાંત દિવાળીના તહેવારમાં પણ ઘારી ભારે માત્રામાં વેચાય છે. અહીંની આ વિશેષ મિઠાઈ ઘારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. દૂધનો માવો, પિસ્તા બદામ અને દેશી ઘીમાં ઘારીનુ નામ સાંભળતા જ સુરતવાસીઓના મોઢામાં પાણી આવી જાય છે.

ફરસાણ-નમકીપણ ખવાય છે
ઘારી સાથે ફરસાણ-નમકીન પણ ખવાય છે. ચંદની પડવા પર્વ પર સમગ્ર સુરત શહેરમાં મિઠાઈની દુકાનોથી કરોડો રૂપિયાની ઘારી વેચાય છે. સ્વાદ પ્રિય અને ઉત્સવ પ્રિય સુરતવાસી ચંદની પડવાની રાતે શહેરના મુખ્ય માર્ગ ગૌરવપથી અને ડુમસ રોડના ફૂટપાથ પર બેસીને ઘારી ખાય છે. સામાન્ય પરિવારથી લઈને શ્રીમંત પરિવારના લોકો ફૂટપાથ પર સ્ટ્રીટલાઈની રોશનીમાં ઘારી ખઈને ચંદી પડવાનો તહેવાર મનાવે છે. જો કે હવે કોરોનાના કારણે શહેરમાં ખુલ્લી જગ્યા ન રહેતા ઘરની છત પર ઘારી મહોત્સવ મનાવવા લાગ્યો છે. અપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ ચાંદની પડવાને તહેવાર મનાવવા માટે આ રીત શોધી છે.
બટાકાના ભાવે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, જાણો સરકારે શું કહ્યુ