For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આ શહેરમાં રોજ 750 ટન સૂકો કચરો બાળીને બનશે 14.5 મેગાવૉટ વિજળી

ગુજરાતમાં સુરત મહાનગરપાલિકાએ એવો એમઓયુ કર્યો છે જેની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

surat municipal corporation news, સુરતઃ ગુજરાતમાં સુરત મહાનગરપાલિકાએ એવો એમઓયુ કર્યો છે જેની લોકો ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અહીં સૂકા કચરાને બાળીને કાર્બન ડાયોક્સાઈડથી વિજળી ઉત્પન્ન કરવામાં આવશે. આના માટે મહાનગર પાલિકાએ નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે. આ કરાર હેઠળ રોજ લગભગ 750 ટન કચરો બાળવામાં આવશે જેનાથી 14.5 મેગાવૉટ વિજળી ઉત્પન્ન થઈ શકશે. એમએનપી તેમજ એનટીપીસીની પરસ્પર તૈયારીઓના કારણે આવુ ટૂંક સમયમાં થવા જઈ રહ્યુ છે. એનટીપીસી પ્લાન્ટના જનરલ મેનેજર દેવબ્રત પૉલે ખુદ પ્રેસ કૉન્ફરન્સમાં આ વિશે માહિતી આપી છે.

electricity

દેવબ્રત પૉલે કહ્યુ કે એનટીપીસ હવે થર્મલ આધારિત વિજળી ઉત્પાદનની પ્રક્રિયાને ઘટાડીને અક્ષય ઉર્જા ઉત્પાદન તરફ આગળ વધી રહ્યુ છે. તેમણે જણાવ્યુ કે વિજળી પેદા કરવા માટે રોજ સુરત મહાનગર પાલિકાથી 750 ટન સૂકો કચરો લેવામાં આવશે. જેને બાળીને ઉત્પન્ન કાર્બન ડાયોક્સાઈડ નીકળશે અને પછી રોજના લગભગ 14.5 મેગાવૉટ વિજળી બની શખશે. પૉલે કહ્યુ કે સુરતમાં આ રીતે તૈયાર થનાર વિજળીની આપૂર્તિ માટે એક વિતરણ ચેનલ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે. વળી, 1 મેગા વૉટનો ફ્લોટિંગ સોલર પ્લાન્ટ પણ લાગી ચૂક્યો છે જેના વિસ્તાર કરીને 56 મેગાવૉટ વિજળી ઉત્પાદન કરવામાં આવશે.

અધિકારીના જણાવ્યા મુજબ સૂકા કચડાને બાળીને કાર્બન ડાયોક્સાઈડથી પેદા થતી વિજળી આમ તો મોંઘી હશે પરંતુ કચરાના નિકાલનો આનાથી સારો ઉકેલ કોઈ નથી. સુરત શહેરમાં રોજ સેંકડો ટન કચરો એકઠો કરવામાં આવે છે અને શહેરની બહાર પહોંચાડવામાં આવે છે. લોકો માટે આ રીતે કચરાનો યોગ્ય ઉપયોગ કરવાની તૈયારી ચાલી રહી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે શહેરમાં 240 કરોડની કિંમતના સોલર પ્લાન્ટ સ્થાપિત થવાના છે જેમાંથી આવતા વર્ષે 56 મેગાવૉટ વિજળી ઉત્પન્ન કરવામાં આવશે.

આ હતો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટનો પાસવર્ડઆ હતો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર અકાઉન્ટનો પાસવર્ડ

English summary
Surat Municipal Corporation news: Electricity will be generated from carbon dioxide by burning dry waste.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X