• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુરતઃ બ્લેકમેલ કરી જૂના પ્રેમીએ બે બાળકોની માતાનો રેપ કર્યો

By Staff
|
Google Oneindia Gujarati News

સુરતઃ બે બાળકોની મા સાથે પૂર્વ પ્રેમીએ બ્લેકમેલ કરી રેપ કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ મામલે કતારગામ પોલીસે આરોપી યુવક સામે મામલો નોંધ્યો છે.

પોલીસ મુજબ કતારગામ વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દક્ષેશે 23 વર્ષીય પીડિતા પર રેપ કર્યો. લગ્ન પહેલાં 2013માં જ્યારે દક્ષેશ પીડિતાની પાડોસમાં રહેતો હતો ત્યારે પીડિતા આરોપીની બહેનને મળવા માટે તેના ઘરે જતી હતી. આ દરમ્યાન બંને વચ્ચે મિત્રતા થઈ હતી. પરંતુ બાદમાં તેઓ અલગ થઈ ગયા હોવાથી હળવા મળવાનું બંધ થઈ ગયું.

જૂના લવરે કર્યો રેપ

જૂના લવરે કર્યો રેપ

લગ્ન બાદ સપ્ટેમ્બર 2019માં પીડિતા પોતાની દેરાણી સાથે એક રેસ્ટોરાંમાં નાસ્તો કરવા ગઈ. આ દરમ્યાન દક્ષેશ ત્યાં મળ્યો. તેણે પીડિતાને કહ્યું કે કંઈ કામ હોય તો કેજે. પીડિતાને પોતાનું ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવવું હતું. દક્ષેશે કહ્યું કે મારી ઓળખાણ છે અને તેને કાગળો લઈ આરટીઓ બોલાવી. ત્યાંથી તેને ડૂમસની એક હોટલમાં લઈ ગયો.

ધમકીઓ આપી

ધમકીઓ આપી

જ્યાં કોલ્ડ્રિંક સાથે નશીલો પદાર્થ ભેળવીને પીવડાવી દીધો. બાદમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેના અશ્લીલ ફોટોગ્રાફ્સ લઈ લીધા. હોશમાં આવ્યા બાદ તેણે પીડિતાને તેના ફોટા દેખાડી વાયરલ કરી દેવાની ધમકી આપી, અને અહીંથી બ્લેકમેલ કરી યૌન શોષણનો સિલસિલો શરૂ થયો.

પોલીસ ફરિયાદ થઈ

પોલીસ ફરિયાદ થઈ

બાદમાં દક્ષેશે ફરી એકવાર બ્લેકમેલ કરી પીડિતાને અડાજણની હોટલમાં બોલાવી અને ત્યાં તેના પર રેપ કર્યો. બાદમાં તે ધમકી આપવા લાગ્યો કે પોલીસમાં ફરિયાદ કરી તો જેલથી છૂટ્યા બાદ તારા પતિ અને બંને બાળકોને મારી નાખીશ. આરોપીની સતત બ્લેકમેલિંગથી તંગ આવી પીડિતાએ પરિજનોને આ અંગે જાણ કરી અને મંગળવારે કતારકામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

16 વર્ષના કરિયરમાં બની ગઈ 4407 કરોડની માલકિન, જાણો કોણ છે રિહાના16 વર્ષના કરિયરમાં બની ગઈ 4407 કરોડની માલકિન, જાણો કોણ છે રિહાના

English summary
Surat: old lover blackmailed and raped mother of two children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X