સુરતઃ મૃત્યુ બાદ પણ 5 લોકોને જીવનદાન આપતા ગયાં સુરતના પ્રભાબેન
સુરતમાં 'અંગ દાન મહાદાન'ના નારાને સાર્થક બનાવવા માટે શહેરના ભુવા પરિવારે સમાજને નવી દિશા આપવાનું કામ કર્યું છે. સરથાનામાં રહેતા ધીરુભાઈ કુરજીભાઈ ભુવાના પત્ની પ્રભાબેનની કિડની, લીવર અને આંખોના દાન દ્વારા પાંચ લોકોને નવું જીવનદાન આપવાનું કામ કર્યું છે.

સત્સંગ કરતી વખતે બેભાન થઈ ગયાં હતાં
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દદવા ગામના નિવાસી ધીરુભાઈ સેવાનિવૃત્ત છે, જ્યારે તેમના બે દીકરા જવેરી છે. ધીરુભાઈના પત્ની પ્રભાબેન 1 ફેબ્રુઆરીએ સાંજ 5 વાગ્યે સોસાયટીમાં સત્સંગ કરી રહ્યાં હતાં તે દરમ્યાન અચાનક બેભાન થઈને પડી ગયાં. પરિજનો તરત જ તેમને વરાછાના હોસ્પિટલે લઈ ગયા. જ્યાં માલૂમ પડ્યું કે પ્રભાબેનને બ્રેન હેમરેજ થઈ ગયો છે. જેના બીજા જ દિવસે ડૉક્ટર્સે પ્રભાબેનને મૃત ઘોષિત કરી દીધાં.

ડૉક્ટર્સની ટીમે પરિજનોને સમાવ્યા
પરિવારની સહમતિ બાદ ડૉક્ટર્સની ટીમે ડોનેટ લાઈફના સંસ્થાપક અને અધ્યક્ષ નિલેશ મંડલેવાલા સાથે સંપર્ક કર્યો અને તેમને પ્રભાબેનના મૃત્યુ વિશે જાણકારી આપી. જે બાદ ડૉક્ટર્સની એક ટીમ હોસ્પિટલે પહોંચી અને તેમણે પ્રભાબેનના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની આખી પ્રક્રિયા વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે જો અંગદાન કર્યું તો પાંચ વ્યક્તિઓને નવું જીવન મળી શકે છે અને પ્રભાબેનના દુખદ નિદન બાદ પણ તેમની સ્મૃતિ અન્ય વ્યક્તિઓમાં સંરક્ષિત કરાશે.

પરિજનોએ અંગદાનનો નિર્ણય લીધો
પ્રભાબેનના દીકરાઓએ કહ્યું કે, અમારા માતા ધાર્મિક હતાં અને સત્સંગમાં ગયા વિના તેમનો દિવસ નહોતો વિતતો. જ્યારે પણ તેઓ છાપામાં અંગદાનના સમાચાર વાંચતા હતા ત્યારે આ વિશે ચર્ચા જરૂર કરતાં હતાં. તેમનું કહેવું હતું કે મૃત્યુ બાદ દેહને અગ્નીદાહ આપીને રાખ કરી દેવામાં આવે છે. મૃત્યુ બાદ બધાએ અંગદાન કરવું જોઈએ. આજે અમારા માતા નથી રહ્યાં ત્યારે તેમના વિચાર પર અમલ કરી તેમના અંગોનું દાન કરી તેમને શ્રદ્ધાંજલિ આપશું.
Gujarat Local Body Election: શીર્ષ પદાધિકારીઓ અને વૃદ્ધ નેતાઓને આરામ આપશે ભાજપ