• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતઃ સુરતમાં વરસાદે તોડ્યો 10 વર્ષનો રેકોર્ડ, આ વર્ષે 2165.4 મિમી વરસાદ

|

સુરતઃ ગુજરાતમાં આ વર્ષે ખૂબ જ વરસાદ થયો જેના કારણે ઘણા જિલ્લાઓમાં તો ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા. સુરત જિલ્લાની વાત કરીએ તો વરસાદે અહીં 10 વર્ષનો રેકોર્ડ તોડી દીધો. હવામાન વિભાગમાંથી મળેલી માહિતી મુજબ અહીં આ મોનસુન સિઝનમાં 2165.4 મિમી વરસાદ થઈ ચૂક્યો છે. આ પહેલા વર્ષ 2013માં 2158.9 મિમી વરસાદ નોંધવામાં આવ્યો હતો. દેશભરમાં મોનસુનની વાપસી થઈ રહી છે એવા સમયે સુરતના ઘણા જિલ્લાઓમાં જોરદાર વરસાદ થઈ રહ્યો છે.

2165.4 મીમી વરસાદ થઈ ચૂક્યો છે સુરતમાં

2165.4 મીમી વરસાદ થઈ ચૂક્યો છે સુરતમાં

સુરત જિલ્લામાં વરસાદનો માહોલ બનેલો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ થયો. શનિવારે ફરીથી એક વાર જોરદાર વરસાદ જોવા મળ્યો. મંગળવારે રાતે 8 વાગ્યાથી બુધવારે રાતે 8 વાગ્યા સુધી જોરદાર વાદળો વરસ્યા. જિલ્લામાં સૌથ વધુ વરસાદ કામરેજમાં 6 ઈંચ અને શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ થયો. વળી, માંગરોળમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો.

બુધવારનુ તાપમાન

બુધવારનુ તાપમાન

બુધવારે મહત્તમ તાપમાન 27.8 ડિગ્રી સેલ્શિયસ, લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેલ્શિયસ, ભેજનુ પ્રમાણ 98 ટકા અને પવનની ગતિ સાઉથ વેસ્ટથી 3 કિમી પ્રતિ કલાક નોંધવામાં આવી.

વાપસીમાં પણ દોઢ ઈંચ વરસાદ

વાપસીમાં પણ દોઢ ઈંચ વરસાદ

સુરતના સેન્ટ્રલ ઝોનમાં એક ઈંચ વરસાદ નોંધવામાં આવ્યો. આ ઉપરાંત સર્વાધિક વરસાદ ઉધના ઝોનમાં 37 મિમી નોંધવામાં આવ્યો. વરાછા-એમાં 26, વરાછા-બીમાં 8, રાંદેરમાં 10, કતારગામમાં 30, લિંબાયતમાં 3 અને અઠવા ઝોનમાં 12 મિમી વરસાદ થયો. હવે તમે અંદાજો લગાવી શકો છો કે વાપસીના દિવસોમાં પણ મોનસુનથી ઉધનામાં દોઢ ઈંચ વરસાદ થયો તો સામાન્ય દિવસોમાં સુરતમાં કેટલો વરસાદ થયો હશે.

કૃષિ બિલોના વિરોધમાં ખેડૂતોનુ 'રેલ રોકો' આંદોલન આજથી શરૂકૃષિ બિલોના વિરોધમાં ખેડૂતોનુ 'રેલ રોકો' આંદોલન આજથી શરૂ

English summary
Surat rain broke 10 years record, 2165.4 mm rain in this monsoon season
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X